અડાણીયા પુલ ચાર રસ્તા નજીક ટાયર નીકળી જવા છતાં નશામાં કાર ચલાવતો યુવક અને યુવતીની ધરપકડ

યુવકે ટાયર નીકળી જવા છતાં કારચાલકે માત્ર લોખંડની રીંગ પર વાહન દોડાવ્યું હતું

MailVadodara.com - Man-and-woman-arrested-for-driving-under-the-influence-near-Adaniya-Bridge-crossroads-even-after-a-tire-had-come-off-their-car

- કારનું ડ્રાઇવર સાઇડનું ટાયર નીકળી જવા છતાં ચાલક માંડવીથી અડાણીયા પુલ તરફ માત્ર લોખંડની રીંગ પર કાર ચલાવી રહ્યો હતો, કારમાં સવાર યુવતી પણ નશાની હાલતમાં મળી

વડોદરા શહેરમાં નશામાં ધૂત કારચાલકની બેફામ ડ્રાઇવિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કારનું આગળનું ટાયર નીકળી ગયું હોવા છતાં ચાલકે માત્ર લોખંડની રીંગના સહારે કાર રસ્તા પર દોડાવી હતી. દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલી સિટી પોલીસ સ્ટેશનની PCR ટીમની નજર પડતાં કારને અટકાવી ચાલક સહિત કારમાં સવાર યુવતીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ચાલક અને યુવતી બંને નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસે નશામાં કાર ચલાવનાર 21 વર્ષીય યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં નશામાં ધૂત યુવકની ટાયર વગર કાર ચલાવવા બદલ ધરપકડ | રખેવાળ

આ અંગે સિટી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી રાજેન્દ્ર પરશોત્તમે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સવારે સિટી પોલીસ સ્ટેશનની PCR ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ફતેપુરા ચોકી પાસે અડાણીયા પુલ ચાર રસ્તા નજીકથી એક બલેનો કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતી જોવા મળી હતી. કારનું આગળનું જમણી બાજુનું એટલે કે ડ્રાઇવર સાઇડનું ટાયર નીકળી ગયું હતું. તેમ છતાં ચાલક માંડવી તરફથી અડાણીયા પુલ તરફ માત્ર લોખંડની રીંગ પર કાર ચલાવી રહ્યો હતો.

કારની આ જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને PCR ટીમે તાત્કાલિક કારને અટકાવી હતી. ચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ કરનસિંગ શત્રુઘનસિંગ ચૌહાણ (ઉં.વ.21) હોવાનું જણાવ્યું હતું. તે હરણી વિસ્તારમાં સમા-હરણી રોડ પર આવેલી સેપ્પલ રેસીડેન્સીમાં રહેતો હોવાનું અને અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. કારમાં તેની બાજુની સીટ પર ત્વિશા નામની યુવતી પણ બેઠેલી હતી, જે તરસાલી વિસ્તારમાં બંસલ મોલ પાછળ રહેતી હોવાનું સામે આવ્યું હતું.

ત્યારબાદ પોલીસ બંનેને સિટી પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન રૂમમાં લઈ ગઈ હતી. જ્યાં પંચોની હાજરીમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન બંનેના મોઢામાંથી કેફી પીણું પીધા હોવાની તીવ્ર વાસ આવતી હતી. એટલું જ નહીં, બંને પોતાના શરીરની સ્થિતિનું સંતુલન પણ જાળવી શકતા ન હતા. પોલીસ તપાસમાં કારચાલક કરનસિંગ પાસે જાહેરમાં દારૂ કે અન્ય કોઈ કેફી પીણું પીવા અંગેનો પાસ કે પરમિટ ન હોવાનું પણ સામે આવ્યું હતું. આમ, કારનું ટાયર નીકળી જવા છતાં નશાની હાલતમાં રસ્તા પર જોખમી રીતે કાર ચલાવી અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂકનાર યુવક સામે સિટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments