- આર્મ્ડ ગાર્ડને 30,000 અને અનઆર્મ્ડ ગાર્ડને 25,000 પગાર સાથે રહેવાની નિઃશુલ્ક સગવડ
- અસલ દસ્તાવેજો અને બાયોડેટા સાથે નિયત સ્થળે ઉપસ્થિત રહેવા અપીલ
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત રોજગાર અને તાલીમ નિયામકની કચેરી હસ્તકની યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, મદદનીશ રોજગાર નિયામકની કચેરી, વડોદરા તેમજ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, વડોદરાના સંયુક્ત ઉપક્રમે દેશની સેવા કરી નિવૃત્ત થયેલા માજી સૈનિકો (એક્સ-સર્વિસમેન) માટે એક વિશેષ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળો આજે 30 ઓક્ટોબરના રોજ બપોરે 2થી 4 વાગ્યા દરમિયાન યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો, સી-બ્લોક, ચમેલી બાગ, કમાટી બાગ ગેટ નંબર-3ની સામે, વડોદરા ખાતે યોજાશે. આ ભરતી મેળામાં બી.પી.સી.એલ. (BPCL) વડોદરા ખાતે કોન્ટ્રાક્ટ આધારિત સિક્યુરિટી ગાર્ડ (આર્મ્ડ અને અનઆર્મ્ડ)ની કુલ 30 જેટલી જગ્યાઓ ભરવા માટે 'મેજર સ્નોબર ખાન સિક્યુરિટી એજન્સી' ના પ્રતિનિધિઓ સ્થળ પર ઉપસ્થિત રહીને ઉમેદવારોના રૂબરૂ ઈન્ટરવ્યૂ લેશે.
પસંદગી પામનાર આર્મ ધરાવતા માજી સૈનિકોને માસિક 30 હજાર રૂપિયા ઉપરાંત પી.એફ. અને રહેવાની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવશે. જ્યારે આર્મ વગરના માજી સૈનિકોને માસિક 25 હજાર રૂપિયા ઉપરાંત પી.એફ. અને રહેવાની સુવિધા આપવામાં આવશે. રોજગાર મેળવવામાં રસ ધરાવતા તમામ માજી સૈનિકોએ પોતાના લશ્કરી સેવા સંબંધિત તમામ અસલ તેમજ નકલ દસ્તાવેજો અને અદ્યતન બાયોડેટા સાથે નિયત સમયે અને સ્થળે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા વડોદરાના રોજગાર અધિકારી દ્વારા યાદીમાં જણાવાયું છે.


