સંખેડામાં રહેતા વેપારીએ ભાડે ફેરવવા આપેલી કાર ઓળખીતાએ રૂા.7.50 લાખમાં વેચી નાખી

સંખેડામાં રહેતા વેપારીની વેચી નાખનાર તેમજ ખરીદનાર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

MailVadodara.com - A-car-rented-out-by-a-businessman-living-in-Sankheda-was-sold-by-an-acquaintance-for-Rs-7-50-lakhs

- વેપારીએ પોતાની કાર તરસાલી ખાતે રહેતા તેમના ઓળખીતાને ભાડે ફેરવવા માટે આપી હતી

છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં રહેતા એક વેપારીએ પોતાની કાર વડોદરાના તરસાલી ખાતે રહેતા તેમના ઓળખીતાને ભાડે ફેરવવા માટે આપી હતી. પરંતુ, ઓળખીતાએ વેપારીની જાણ બહાર કાર બોડેલી ખાતે રહેતા એક શખ્સને બારોબાર વેચ રૂપિયા 7.50 લાખમાં વેચી નાખી હતી. જેથી વેપારીએ કાર મંજૂરી વગર વેચી નાખનાર તેમજ ખરીદનાર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

છોટાઉદેપુરના સંખેડામાં જુમ્મા મસ્જિદ પાછળ રહેતા વસીમખાન સબ્બીરખાન પઠાણ (ઉ.વ.37) પોતાના પરિવાર સાથે રહે છે અને સંખેડા ચોકડી ખાતે ફૂટની લારી ચલાવી જીવન ગુજરાન કરે છે. તેમણે નવેમ્બર-2024માં પોતાના ઘર તથા ભાડે ચલાવવા માટે બેંક ઓફ બરોડાની લોન લઈને 13.10 લાખ રૂપિયામાં મારૂતી સુઝુકી કંપનીની એર્ટિગા કાર ખરીદી હતી. જેનો માસિક હપ્તો 18,300 રૂપિયા હતો. પરંતુ કારને પૂરતું ભાડું ન મળતાં હપ્તા ભરવામાં મુશ્કેલી ઊભી થતા તેમણે મે-2025માં પોતાના ઓળખીતા રશુલશા નાઝરશા દિવાન (રહે. નવીનગરી, તરસાલી, વડોદરા)ને કાર ભાડે આપેલ હતી.

બંને વચ્ચે દર મહિને 31 હજાર રૂપિયા ભાડું નક્કી થયું હતું. શરૂઆતના બે મહિના સુધી ભાડું મળ્યું, પરંતુ ત્યારબાદ ચુકવણી બંધ થઈ ગઈ હતી. અવારનવાર ઉઘરાણી છતાં પૈસા ન મળતાં વસીમખાને કાર પરત માંગતા રેશુલશા દિવાને જણાવ્યું હતું કે, તેણે કાર બોડેલી ખાતે રહેતા હિમાંશુ ઉર્ફે સન્ની અગ્રવાલ, અગ્રવાલ કાર એસેસરીઝ (રહે. અલીપુરા ચાર રસ્તા, બોડેલી)ને અંદાજે રૂ. 7.50 લાખમાં વેચી નાંખી છે. જેથી સમગ્ર મામલે વસીમખાન પઠાણે રશુલશા નાઝરશા દિવાન અને હિમાશુ ઉર્ફે સન્ની અગ્રવાલ સામે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments