- કામગીરી માટે સવારે 9.30 વાગ્યાથી શટડાઉન લેવામાં આવનાર છે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની લાલબાગ પાણીની ટાંકી ખાતે પ્રોજેક્ટ કામગીરી અંતર્ગત નવી એચટી પેનલ તેમજ ટ્રાન્સફોર્મર બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આગામી 24 ઓગસ્ટે પાણી વિતરણને અસર થશે. કામગીરી માટે સવારે 9.30 વાગ્યાથી શટડાઉન લેવામાં આવનાર છે.
શટડાઉનના કારણે 24 ઓગસ્ટે સવારના સમયે સિંધવાઈ માતા, લાલબાગ કુંભારવાડા, ડેરી-મકરપુરા અને દંતેશ્વર સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ કરી શકાશે નહીં. જેના પગલે આ વિસ્તારોમાં પાણીનો કકળાટ સર્જાવાની શક્યતા છે.
જ્યારે સાંજના સમયે માંજલપુર, વિશ્વામિત્રી સહિતના વિસ્તારોમાં પણ પાણી વિતરણ કરાશે નહીં. સમારકામની કામગીરીના કારણે અનેક વિસ્તારોમાં સવાર અને સાંજના પાણી વિતરણ પર અસર થવાથી લોકોને પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડશે.


