- 3 સ્થળેથી વાસી ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો, ગંદકી બદલ ગુરુકૃપા રેસ્ટોરન્ટ બંધ કરાવાયું
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંગમ ચાર રસ્તા, તુલસીધામ ચાર રસ્તા, જેતલપુર રોડ અને ખંડેરાવ માર્કેટ સહિતના વિસ્તારોમાં લારી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ મળી કુલ ૨૧ એકમોનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.
જેતલપુર રોડ પર આવેલા ઈશ્વર લાઈવ વેફરમાંથી કેળા, સાંઈનાથ નાસ્તા હાઉસ સ્ટોલ પરથી સમોસા અને ખુશ્બૂ કોર્નરમાંથી ચટણીનો વાસી જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ખંડેરાવ માર્કેટ પાસે આવેલા ગુરુકૃપા રેસ્ટોરન્ટમાં ગંદકી જણાતા યુનિટ બંધ કરાવવામાં આવ્યું હતું.
ફૂડ વિભાગ દ્વારા એક દિવસમાં ખાદ્ય પદાર્થોના ૯૦ સેમ્પલ લેવામાં આવે છે. મ્યુનિ. કમિશનરે આજે ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાની સંખ્યામાં વધારો કરવા ફૂડ સેફ્ટી ઓફિસરોને સૂચના આપી છે.


