- મિત્રએ ફોન કરીને મકાનના તાળા તૂટ્યા હોવાની જાણ કરી હતી
વડોદરાના છાણીના દશરથ વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં રાખેલા ચોરો સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 15 લાખ ઉપરાંતની મતા ચોરી ગયા હોવાનો બનાવ બન્યો છે.
દશરથના સોહમ હાઈટ્સ ખાતે રહેતા સુનિલભાઈ પટેલે પોલીસને કહ્યું છે કે ગઈ તા.આઠમીએ હું પરિવાર સાથે સાયલા ભગતના ગામે ગયો હતો અને અમે ત્યાં રાત રોકાયા હતા. વહેલી સવારે ફ્લેટના પ્રમુખ તેમજ મારા મિત્રએ ફોન કરીને મકાનના તાળા તૂટ્યા હોવાની જાણ કરી હતી.
અમે બપોર સુધીમાં ઘેર આવ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે રાત્રે 11 વાગ્યા સુધી મકાનનો દરવાજો સલામત હતો અને ત્યારબાદ ત્રાટકેલા ચોરો નકુચો અને તિજોરીના તાળા તોડી સોનાના 12 તોલા ઉપરાંતના તેમજ ચાંદીના દાગીના અને રોકડા રૂ.અઢી મળી લાખ મળી કુલ 15 લાખથી વધુની મતા ચોરી ગયા હતા. છાણી પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


