- 9019 ચોરસ મીટર જમીનનો બજારભાવ ગણવાની રજૂઆત, દબાણ દૂર કરી જાહેર મિલકતનો કબજો લેવા માંગ
વિશ્વામિત્રી બચાવો સમિતિ ના પ્રમુખ કિશોર શર્મા, સંજય વાઘેલા અને એડવોકેટ શૈલેષ અમીન જણાવીએ છીએ કે, હિંદુ ભગવાન 'કૃષ્ણ' નામે અમેરિકા માં સ્થપાયેલી 'ISCON' (The International Society for Krishna Consciousness), નામની સંસ્થા ના વડોદરા એકમ દ્વારા વડોદરા કોર્પોરેશનની વર્ષો પહેલા ફાયનલ થયેલી ગોત્રી-જેતલપુર ટીપી-૧૪ માં દર્શાવેલો ૯ મીટર પહોળો અને ૬૫૦ મીટર લાંબો રોડ આખો ને આખો રોડ ની અંદાજે ૬૩,૦૦૦ ચો.ફૂટ જમીન ઉપર દબાણ તો કરી દીધેલ છે, ઉપરાંત આ આખો રોડ રોડ દબાણ કરી ને બંધ કરી દેવાને કારણે વડોદરા કોર્પોરેશન ની માલિકી નો અંદાજે ૩૪.૦૦૦ ફૂટ નો એફ.પી. નં.૧૧૭ વાળો પબ્લિક યુટીલીટી પરપઝ ધરાવતો પ્લોટ પણ દબાવી રાખેલો છે. આમતો મૂળભૂત તો આ ઇસ્કોન સંસ્થાનો પ્રવેશ દ્વારા પણ ટીપી રોડ ઉપર સમાંતર લંબાઈ નું દબાણ કરી બનાવેલો તો સ્પષ્ટ જણાય છે.
આમ આ ઇસ્કોન સંસ્થા દ્વારા અંદાજે ટીપી ની ૧,૦૦,૦૦૦ ફૂટ ઉપરાંત ની જમીન ઉપર દબાણ તો કરેલું છે પણ હવે બાજુમાં આવેલી સુજાતા સોસાયટી નો કોમન પ્લોટ કે જેને ગોત્રી-જેતલપુર ટીપી-૯ બનાવતા સમયે સરકાર હસ્તક લઇ તે કોમન પ્લોટને એફ.પી. નં.૪૯, કોમર્શીયલ વેચાણપાત્ર જાહેર કરેલો હતો. ઇસ્કોન સંસ્થા વાળાઓ એ મકરંદ દેસાઈ રોડ થી ESI ને જોડતા ૯ મીટર પહોળા અને ૬૫૦ મીટર લાંબા રોડ ઉપર સંપૂર્ણ દબાણ કરી દેતા, સદર એફ.પી. નં.૪૯ વાળા કોમર્શીયલ વેચાણપાત્ર ના પ્લોટ ઉપર પહોચવાના એકેય ટીપી રસ્તા રહેતા નથી. સદર પ્લોટ સુધી જવા આવવા માટે માત્ર સુજાતા સોસાયટી વાળા તેમની સોસાયટી ના ખાનગી રોડ પરથી જઈ શકે અને બીજા ઇસ્કોન સંસ્થા વાળા પોતે દબાણ કરેલા ટીપી ના ૯ મીટર પહોળા રોડ પર થી સદર પ્લોટ માં જઈ શકે. જેથી સદર કોમર્શીયલ વેચાણપાત્ર પ્લોટ ની હરાજી કરવાનો ઈરાદો માત્ર ને માત્ર એક તરફી ઇસ્કોન સંસ્થા વાળા ને ખરીદવાની તક મળે તે માટે નો સ્પષ્ટ થાય છે, જે ગેરકાયદેસર તો ગણાય ઉપરાંત ગેરબંધારણીય પગલા પણ ગણાય.
વડોદરા શહેરના નાગરીકો ના હિત માં સદર પ્લોટ ની હરાજી અંગે ભાવો પણ નક્કી કરતા પહેલા અમારી માંગ છે કે -
[૧] સદર ઇસ્કોન સંસ્થા જે ધંધાદારી ભોજન પીરસતી રેસ્ટોરન્ટ પણ ચલાવે છે તેનું ટીપી ના મુખ્ય રોડ ઉપર મોટું દબાણ કરી ને બનાવેલું રેસ્ટોરન્ટ અને તેને સમાંતર લંબાઈ સુધી નું કરેલું દબાણ દુર કરવામાં આવે.
[૨] સદર ઇસ્કોન સંસ્થા દ્વારા ગોત્રી-જેતલપુર ટીપી-૧૪ માં જાહેર કરેલા ૯ મીટર પહોળા અને ૬૫૦ મીટર લાંબા, મકરંદ દેસાઈ રોડ ને ESI રોડ સુધી જોડતા રોડ રસ્તા ઉપર કરેલું દબાણ તોડી પાડવામાં આવે.
[૩] જો વડોદરા કોર્પોરેશન ની તા.૨૭/૦૯/૨૦૧૩ નો ઠરાવ ક્રમાંક ૬૩ માં કરેલા ઠરાવ મુજબ સદર ગોત્રી-જેતલપુર ટીપી-૧૪ નો એફ.પી.નં. ૧૧૭ ની કુલ ૩૧૬૯ ચો.મીટર અને મકરંદ દેસાઈ રોડ થી ESI રોડ ને જોડતો ૯ મીટર પહોળો અને ૬૫૦ મીટર લાંબો એટલે કે કુલ ૫,૮૫૦ ચો.મીટર જમીન મળી ને કુલ ૯૦૧૯ ચો.મીટર જમીન ઇસ્કોન સંસ્થા ને આપી તેના બદલામાં હાલ સ્ટેન્ડિંગ કમિટી એ મંજુર કરેલો પ્રતિ ચોરસ મીટર રૂ.૨,૩૫,૦૦૦/- નો બજાર ભાવ ગણી લઈએ ( જે તે વખતે સમગ્ર સભા ના ઠરાવમાં ટીપી ઇન્ક્રીમેન્ટલ કોન્ટ્રીબ્યુશન ની રકમ ભરવાનો નક્કી કરેલો ) તો હાલ ઇસ્કોન સંસ્થા વાળા એ રૂ.૨૧૧/- કરોડ ભરવાના થાય. આમ થાય તો લાલ, લીલા, પીળા માત્ર રૂ.૧૦૦/- કરોડ ના બોન્ડ બહાર પાડી, ભરાઈ જતા પડાતી તાલિયો થી સમગ્ર સભા જ વધાવી લેશે અને અમોને પણ મંજુર રહેશે.
[૪] સદર ગોત્રી-જેતલપુર ટીપી-૯ માં એફ.પી. નં.૧૧૭ પર દર્શાવેલા અંદાજે ૩૪,૦૦૦ ફૂટ જમીન ધરાવતા પબ્લિક પરપઝ માટેના પ્લોટ ઉપર પણ ઇસ્કોન સંસ્થા દ્વારા જવા-આવવા ના રોડ પર કરેલા દબાણ દુર કરી કબજો લેવામાં આવે.
[૫] સુજાતા સોસાયટી નો ટીપી માં લઇ લીધેલો કોમન પ્લોટ કે જેને એફ.પી. ૪૯ આપેલ છે અને ઇસ્કોન ને ફાયદો કરાવવા હરાજી કરવાની તૈયારી ના ભાગ રૂપે બજાર ભાવ નક્કી કરવા સમગ્ર સભા માં દરખાસ્ત મુકેલ છે તે રદ કરવામાં આવે.
[૬] સદર અંદાજે ૧,૦૦,૦૦૦ ચો.ફૂટ જમીન ઉપર દબાણ કરી ને વર્ષો થી કરેલા ધંધાદારી રેસ્ટોરન્ટ માટે વડોદરા કોર્પોરેશન દ્વારા નિયત કરેલી પ્રતિ દિન- પ્રતિ ચોરસ મીટર લાગતો મુજબ વસુલી કરવામાં આવે બાદમાં અન્ય કાર્યવાહી વિષે વિચારવાનું રહે.
આ ઉપરાંત તાંદલજા ટીપી ૨૭ ના એફ.પી. ૯૦ ઉપર છેલ્લા ૧૪ વર્ષ થી યુસુફખાન મહેમુદખાન પઠાણ દ્વારા કરેલું દબાણ, કરેલા દબાણ ની નહિ ભરેલી નિયત લાગતો ઉપરાંત ઉલટા ચોર કોતવાલ કો ડાટે ની જેમ યુસુફખાન દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટ માં વડોદરા કોર્પોરેશન સામે કરેલા કેસ કે જે નામદાર ચીફ જસ્ટીસ સાહેબ પાસે પેન્ડીંગ છે તેનો નિકાલ થાય નહિ ત્યાં સુધી તે પ્લોટ ની પણ હરાજી માટેની કિંમત નિયત કરવાની દરખાસ્ત રદ કરવામાં આવે.
આમ કરવામાં નહિ આવે તો નાં છૂટકે અમારી નામદાર કોર્ટ સમક્ષ બંધારણીય અસમાનતા દાખવવા અને પોતાની સત્તાનો દુરુપયોગ કરી વડોદરા કોર્પોરેશન ને નુકશાન પહોચાડી ત્રાહિત એવા ઇસ્કોન સંસ્થા અને યુસુફખાન પઠાણ ને લાભ પહોચાડવા બાબતે કાર્યવાહી કરવાની ફરજ પડશે.


