ઈ-રિક્ષાનું ભૂત ફરી ધૂણ્યું!!, વડોદરા પાલિકાના ડ્રાફ્ટ બજેટમાં 20 ટકા નવી ઇ-રિક્ષાઓ ખરીદવાનું પ્લાનિંગ

વડોદરા કોર્પોરેશને લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલી 40 જેટલી ઈ-રીક્ષાઓ આજેય ભંગાર હાલતમાં પડી છે

MailVadodara.com - The-ghost-of-e-rickshaw-is-back-Vadodara-Municipality-plans-to-buy-20-percent-new-e-rickshaws-in-the-draft-budget

- પાલિકાએ ઇ-રિક્ષાના પ્રોજેક્ટ અંતર્ગત ખરીદેલી ઇ-રિક્ષાઓ એક વર્ષમાં જ બિનઉપયોગી બની હતી

- ડ્રાફ્ટ બજેટમાં ઈ-રિક્ષાઓ ખરીદવાના પ્રસ્તાવથી અધિકારીઓ-સત્તાધીશો સામે સવાલો ઊભા થયા


વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ વર્ષ અગાઉ ઇ-રીક્ષા પ્રોજેક્ટ અંતર્ગત ખરીદી હતી, પરંતુ આ પ્રોજેક્ટનું બાળમરણ થતા માત્ર એક વર્ષમાં કરોડોના ખર્ચે ખરીદેલ 40 જેટલી ઈ-રીક્ષાઓ હાલ ધૂળ ખાઈ ભંગાર હાલતમાં પડી છે. પાલિકાની અણઆવડતના કારણે નાગરિકોના વેરાના લાખો રૂપિયાનો વેડફાટ થયો હતો. ત્યારે પાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 25-26ના ડ્રાફ્ટ બજેટમાં ઇ-રિક્ષાનું ભૂત ધૂણ્યું છે. બીજી તરફ આ વખતના બજેટમાં કરોડોના ખર્ચે નવી ઇ-રિક્ષાઓ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હોય ત્યારે, આવા ખોટા ખર્ચાઓ નહીં કરીને વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા સારા કામમાં વપરાય તેવી માગ કરાઈ રહી છે.

વડોદરા પાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં ફરી એકવાર ઈ-રિકશાનું ભૂત ધૂણ્યું છે. પાલિકાએ શહેરની સાંકડી ગલીઓ સુધી પહોંચી ગાબેંજ કલેક્શન ઇ-રિક્ષાનો ઉપયોગ કરવાનું નિર્ણય લઈ ઈવી પોલિસી અંતર્ગત 20 ટકા ઈ-રીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે કોર્પોરેશન દ્વારા પાંચ વર્ષ અગાઉ ઇ-રિક્ષાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને વર્ષ 2017થી અત્યાર સુધી 40થી વધુ ઈ-રીક્ષા કરોડોના ખર્ચે ખરીદી હતી. પરંતુ આ ઈ-રીક્ષા માત્ર એક વર્ષમાં જ બિનઉપયોગી બની ગઈ હતી અને પાલિકાના અલગ-અલગ વર્કશોપમાં આજે પણ ભંગાર હાલતમાં ધૂળ ખાઈ રહી છે. ત્યારે ફરી એક વખત ડ્રાફ્ટ બજેટમાં ઈ-રિક્ષાનો પ્રસ્તાવ મૂકવામાં આવતા અધિકારીઓ અને સત્તાધીશો સામે ફરી એકવાર સવાલો ઉભો થયો છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરની નાની સાંકડી ગલીઓમાંથી કચરો એકત્ર કરવા માટે ઈ-રિક્ષાઓનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. હાલ આ ઈ-રિક્ષા ભંગારની સ્થિતિમાં જોવા મળી છે ત્યારે, જાગૃત નાગરિક અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેર સ્માર્ટ સિટી, વડોદરા શહેર સંસ્કારી નગરી અને વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો કાગળ રહ્યા છે. તેમ પાલિકા દ્વારા ટૂંક સમય પહેલા ઈ-રિક્ષાઓ ખરીદી હતી અને દાતાઓ દ્વારા ઈ-રિક્ષા આપી હતી. પરંતુ આ ઇ-રિક્ષાઓ 6-8 મહિનાની અંદર ભંગાર હાલતમાં થઈ ગઈ, બેટરી બગડી ગઈ, વાયરો તૂટી ગયા, અંદરનો સામાન ચોરાઈ ગયો અને એ રીતના અત્યારે જોઈ શકાય છે કે ખડકલો ઊભો થયો છે. પાલિકા ડ્રાફ્ટ બજેટમાં નવી ઈ રિક્ષાઓ ખરીદવાની ચર્ચા કરી છે. હવે જો જૂની ઈ રિક્ષાઓ છ આઠ મહિનામાં બગડી જતી હોય તો નવી રિક્ષાઓ ખરીદવાની કોઈ જરૂર નથી.

વિપક્ષે પણ આ પોલીસે સામે સવાલો ઊભા કર્યા છે અને પાલિકા નાગરિકોને ઉલ્ટા ચશ્માં પહેરાવી રહી હોવાના આક્ષેપ કર્યા હતા. પાલિકાએ પહેલા અભ્યાસ કરવાની જરૂર છે. કોર્પોરેશન પોતાના અણધડ વહીવટ માટે જાણીતું છે. ઈ-રીક્ષાથી પ્રજા અને કોર્પોરેશનને કેટલો ફાયદો થશે એ જોવું જરૂરી છે, પરંતુ હવે કોન્ટ્રાક્ટરોના ઈશારે અધિકારીઓ કામ કરી રહ્યા છે.

આ અંગે નાગરિકો પણ કહી રહ્યા છે કે, હાલમાં સફાઈ કરતા કર્મીઓને સારી સુવિધા આપવાની જરૂર છે. અગાઉ પણ આ પ્રોજેક્ટનું બાળ મરણ થતા કરોડો રૂપિયાનો વેડફાટ થયો છે. ત્યારે કરોડોના ખર્ચે ખરીદેલી ઈ-રીક્ષા પાલિકા સાચવી ના શકી કે, આ ઈ-રીક્ષાનો ઉપયોગ કરી શહેરીજનો યોગ્ય સફાઈ કામગીરી પણ ના આપી શકી ત્યારે હવે વધુ નવી ઈ-રીક્ષાની ખરીદી કરી ભ્રષ્ટાચાર આચરી પ્રજાના વેરાના પૈસાનો વેડફાટ કરવાની કોઈ જરૂર નથી.

બીજી તરફ વડોદરા કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અધિકારી ધર્મેશ રાણાના જણાવ્યા મુજબ, ઈ-પોલિસી નો આપણે અમલ કરવાના છે અને ઈ પોલીસીની અંતર્ગત જે ડોર ટુ ડોર કલેક્શનના વ્હીકલો છે. તેમાં 20 ટકા વ્હીકલોને આપણે પ્રારંભિક સ્ટેજ ઉપર ઈ વ્હીકલ તરીકે સામેલ કરીશું. જે જુના પહેલા લીધેલ હતા. એ ઈ રિક્ષા લેવામાં આવેલ હતી. પરંતુ જે હવે નવી ટેકનોલોજી આવી પણ તે વખત તેનો અમલ કરેલો હતો. હવે ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ છે. ઈલેક્ટ્રીક વ્હીકલ એટલે એમાં પાંચ વર્ષની વોરંટી-ગેરંટી હોય છે. અને બધા એક્સપેન્સ મળીને કુલ સાત વર્ષ સુધી ચાલી શકે. એટલે આપણને કોસ્ટિંગ ઓછી પડે તેમ છે.

આ તો ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ જે છે. તે લોકો એને સામેલ કરવાની હૈયાધારણા કરેલી છે. અત્યારે એવું છે કે 20 ટકા પ્રારંભિક સ્થિતિએ લઈએ છીએ. એટલે જે કરીને ઈ પોલિસી અમલમાં થાય, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન અંતર્ગત આપણે આ ઈ વ્હીકલો લાવવાના છે અને આ પોલિસીમાં બહારની જે પબ્લિક છે જે ટુ વ્હીલર ફોર-વ્હીલર યુઝ કરે છે તેમને પણ આ ઈ-પોલીસી અંતર્ગત આવરી લઈશું કે, જેના કારણે આ વ્હીકલો વધારેને વધારે ઉપયોગ થાય અને પ્રદૂષણ ઓછું થાય. આ જે વ્હીકલો છે એ ઈજારદારે ખરીદવાના છે અને તેણે ચલાવવાના છે એવી આપણી કન્ડિશન છે.

ઉલ્લેખનીય છે કે, પાલિકાના ડ્રાફ્ટ બજેટમાં 50 કરોડ જેટલો સફાઈનો વેરો ઝીંકવામાં આવ્યો છે. તો શું ઈ-રિક્ષાઓ કામ લાગશે ત્યાં? ઈ-રિક્ષાઓ નાની ગલીઓ માટે છે. પરંતુ કોઈ ડ્રાઈવર હોતા નથી. ચલાવનાર હોતા નથી. અમારી એક જ માંગ છે કે, આવા ખોટા ખર્ચાઓ નહીં કરીને વડોદરા શહેરની જનતાના વેરા સારા કામમાં વપરાય તેવી અમારી માંગણી છે.

Share :

Leave a Comments