વડોદરા કોર્પોરેશનની રીવ્યુ બેઠકમાં પ્રિ-મોન્સૂનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને તાકિદ

મ્યુનિ.કમિશનર દ્વારા કોર્પોરેશનના ચાલતા કામોની સમીક્ષા કરવા માટે રિવ્યુ મિટીંગ રખાઇ હતી

MailVadodara.com - Vadodara-Corporation-review-meeting-urges-officials-to-complete-pre-monsoon-work-quickly

- ડ્રેનેજ, કેચપીટ, વ૨સાદી ચેનલ, કાંસ સફાઈ, વરસાદી ગટર ડ્રેનેજ મેન હોલ તેમજ પેચવર્ક વગેરે કામગીરી આગામી 10 દિવસમાં પૂર્ણ થાય તે મુજબનું આયોજન ક૨વામાં આવશે

વડોદરા કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાલમાં કોર્પોરેશનના ચાલતા કામોની સમીક્ષા કરવા માટે રિવ્યુ મિટીંગ રાખવામાં આવી હતી. જેમાં તેમણે ખાસ તો પ્રિમોન્સૂનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને તાકિદ કરી હતી.

શહેરમાં આવેલા જુદા જુદા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટ્રીટ થયેલા પાણીના લેબોરેટરી ટેસ્ટ ક૨વા, તમામ ઝોનમાં ડ્રેનેજ સફાઈ,કેચપીટ સફાઇ, વ૨સાદી ચેનલ, વરસાદી કાંસોની સફાઈ, વરસાદી ગટરોના કેચપીટ, ડ્રેનેજ લાઈનના મેન હોલ ,વિશ્વામિત્રી નદીના પાણીમાં થતા પ્રદૂષણ ન થાય તે માટે દૂષિત પાણી નદીમાં જતું અટકાવવું, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે તે માટે સઘન વ્યવસ્થા ગોઠવવી, જુદા-જુદા વિસ્તારમાં કમોસમી વ૨સાદને કા૨ણે માર્ગો ૫૨ પડેલા ખાડા અને ભૂવાને શોધી તેનું રીપેરીંગ કરવું, વિશ્વામિત્રી નદીમાં જુદા જુદા સ્થળેથી આવતા ગંદા પાણીને અટકાવવા, જાહે૨માર્ગો ૫૨ પડેલા ખાડાઓ ઉપર પેચવર્ક, બ્રીજ પર જરૂર જણાય ત્યાં રિપેરીંગ, લિકેજની કામગીરી તેમજ પ્રિમોન્સૂનની તમામ કામગીરી ઝડપથી પૂરી ક૨વા સૂચના આપી હતી. 

આ ઉપરાંત શહે૨ના ડ્રેનેજ, રોડ અને પીવાના પાણીના નેટવર્કની કામગીરીની પ્રાધાન્યતા, નાગરિકોની રજૂઆતનો નિકાલ કરી માળખાગત સુવિધા મળી ૨હે તે દિશામાં કામગીરી ઝડપથી ક૨વા પણ તાકીદ કરવામાં આવી હતી. ડ્રેનેજ, કેચપીટ, વ૨સાદી ચેનલ, કાંસ સફાઈ, વરસાદી ગટર ડ્રેનેજ મેન હોલ તેમજ પેચવર્ક વગેરે કામગીરી આગામી 10 દિવસમાં પૂર્ણ થાય તે મુજબનું આયોજન ક૨વામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.

Share :

Leave a Comments