ગાજરાવાડી વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચોરીની બાઈક સાથે એક આરોપીને ઝડપ્યો

આરોપીએ 15 દિવસ પહેલા ફતેગંજ વિસ્તારમાંથી ચોર્યાની કબુલાત કરી

MailVadodara.com - Crime-Branch-police-arrested-an-accused-with-a-stolen-bike-from-Gajrawadi-area

- મોટરસાયકલ સવારને પોલીસે અટકાવી બાઈકના કાગળ માંગતા તેની પાસે કાગળ મળ્યા ન હતા, ચોરેલી બે મોટરસાયકલ કબજે કરાઇ

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગાજરાવાડી વિસ્તારમાંથી એક બાઈક ઉઠાવગીરને ઝડપી પાડી ચોરેલી બે મોટરસાયકલ કબજે કરી છે.

ગાજરાવાડી પાણીની ટાંકી પાસેથી પસાર થતાં એક મોટરસાયકલ સવારને પોલીસે અટકાવી બાઈકના કાગળ માંગતા તેની પાસે કાગળ મળી આવ્યા ન હતા. જેથી તેને પોલીસ સ્ટેશનને લઈ જઈ પૂછપરછ કરતા આ મોટરસાયકલ તેણે 15 દિવસ પહેલા ફતેગંજ વિસ્તારમાંથી ચોર્યાની કબુલાત કરી હતી.

પોલીસની તપાસ દરમિયાન બાઈક ઉઠાવનારનું નામ હિતેશ પ્રતાપભાઈ પરમાર (રહે. શાંતિવન સોસાયટી ન્યુ સમા રોડ) હોવાનું ખુલ્યું હતું. તેણે ત્રણ મહિના અગાઉ પણ છાણી વિસ્તારમાંથી એક મોટરસાયકલ ચોરી હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.

Share :

Leave a Comments