તરસાલીના ફાર્મ હાઉસ બહાર કારમાંથી 6 બેગો ચોરનાર રીઢો આરોપી પકડાયો

રીઢા ગુનેગારની અગાઉ પણ ૧૫ જેટલા ગુનામાં સંડોવણી હતી

MailVadodara.com - A-habitual-offender-who-stole-6-bags-from-a-car-outside-a-farmhouse-in-Tarsali-has-been-arrested

- પોલીસે કારમાંથી 3000 ડોલર અને 6 બેગો ચોરનાર રીઢો ગુનેગાર મો.યાકુબ ઉર્ફે સલિમ ઉર્ફે કાજબ અહેમદહુસેન શેખને ઝડપી પાડ્યો

તરસાલી વિસ્તારના એક ફાર્મની બહાર કારમાંથી કિંમતી ચીજોની ચોરી કરવાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે રીઢા આરોપીને ઝડપી પાડયો છે.

તરસાલી બાયપાસ પાસેના ફાર્મની બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડી છ બેગ, સોનાની ચેન, ૩ હજાર ડોલર સહિતની ચીજોની ચોરીનો બનાવ બનતાં કપૂરાઇ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો.

આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે રીઢા ગુનેગાર મો.યાકુબ ઉર્ફે સલિમ ઉર્ફે કાજબ અહેમદહુસેન શેખ (રહે. અલ હાતિમ એપાર્ટમેન્ટ, કિસ્મત ચોકડી, તાંદલજા. મૂળ રહે. નાલબંધ વાડા)ને ઝડપી પાડયો છે. રીઢા ગુનેગારની અગાઉ પણ ૧૫ જેટલા ગુનામાં સંડોવણી હતી.

Share :

Leave a Comments