ગાજરાવાડીમાં ધમધમતા જુગારધામ પર પર પોલીસે દરોડો પાડ્યો, 15 ખેલીઓ ઝડપાયા

પાણીગેટ પોલીસે બાતમી આધારે સૂર્યનગરની ગલીમાં ચાલતા જુગાર ધામ પર રેડ કરી હતી

MailVadodara.com - Police-raided-a-bustling-gambling-den-in-Gajarwadi-15-gamblers-were-arrested

- પાણીગેટ પોલીસે 15 મોબાઇલ અને રોકડ રકમ મળી 1.09 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં સૂર્યનગરની ગલીમાં ચાલતા જુગાર ધામ પર પાણીગેટ પોલીસે રેડ કરી હતી. જેમાં સ્થળ પરથી પોલીસે 15 જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. તેઓ પાસેથી પોલીસે 15 મોબાઇલ અને રોકડ રકમ મળી 1.09 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાણીગેટ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, ગાજરાવાડી સૂર્યનગરની ગલીમાં સાંઇનગરમાં આવેલા શ્યામભાઇ સરોજના મકાનના પહેલા માળે કેટલાક શખસો જુગાર રમે છે. જેના આધારે બાતમીવાળી જગ્યાએ પોલીસે રેઈડ કરી હતી ત્યારે મકાનની બહાર આવેલ ઓરડીના આગળના ભાગે આવેલી ખુલ્લી ગેલેરીમાં જુગાર રમતા જુગારીઓમા દોડધામ મચી ગઈ હતી.

આ દરમિયાન સ્થળ પરથી કુલ 15 શખસોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા જુગારીઓની અંગ જડતી કરી હતી. ત્યારે તેમની પાસેથી 15 મોબાઇલ અને રોકડા રૂપિયા 11 હજાર મળી કુલ રૂપિયા 1.09 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે જુગાર ધારા કલમ-12 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ઝડપાયેલા જુગારીઓ

ત્રિભુવન લાલચંદ્ર સરોજ (રહે- હનુમાન ટેકરી ઓમ વિદ્યાલયની બાજુમાં ડભોઈ રોડ વડોદરા શહેર)

વિનોદ મખનલાલ સરોજ (રહે-સાંઈનગર સુર્યાનગર ક્રિષ્ણા હાઇટ્સ પાછળ ગાજરવાડી વડોદરા શહેર મુળ રહે-ભોસીલા ગામ તા-બદલાપુર જી-જોનપુર ઉતરપ્રદેશ)

રોહિત રામરાજ બિંદ (રહે-શાંતિનગર એચ.પી.પેટ્રોલ પંપની સામે ગણેશનગર વડોદરા શહેર મુળ રહે-ડગરીયાવ ગામ તા-મછલીશહેર જી-જોનપુર ઉતરપ્રદેશ)

વિરેન્દુ લહુટી (રહે- સાંઈનગર સુર્યાનગર ક્રિષ્ણા હાઇટ્સ પાછળ ગાજરવાડી વડોદરા શહેર મુળ રહે-થલોઈ ગામ તા-મછલીશહેર જી-જોનપુર ઉતરપ્રદેશ)

વિનોદ સુર્યભાન બિંદ (રહે-શાંતિનગર એચ.પી.પેટ્રોલ પંપની સામે ગણેશનગર વડોદરા શહેર મુળ રહે-ડગરીયાવ ગામ તા-મછલીશહેર જી-જોનપુર ઉતરપ્રદેશ)

શિવમ દિનેશ સરોજ (રહે- સાંઈનગર સુર્યાનગર ક્રિષ્ણા હાઇટ્સ પાછળ ગાજરવાડી વડોદરા શહેર મુળ રહે-પુર રામદેવ ગામ તા-બદલાપુર જી-જૌનપુર ઉતરપ્રદેશ)

શિવરાજ ધર્મરાજ બિંદ (રહે-વિશ્વકર્માનગર ગણેશનગર પાસે ડભોઈ રોડ વડોદરા શહેર મુળ રહે-ડગરીયાવ ગામ તા-મછલીશહેર જી-જૌનપુર ઉતરપ્રદેશ)

અમરબહાદુર અમરેશ બિંદ (રહે-શાંતિનગર એચ.પી.પેટ્રોલ પંપની સામે ડભોઈ રોડ વડોદરા શહેર મુળ રહે-ડગરીયાવ ગામ તા-મછલી શહેર જી-જૌનપુર ઉતરપ્રદેશ)

સંતોષકુમાર શિવરામ બિંદ (રહે-શાંતિનગર એચ.પી.પેટ્રોલ પંપની સામે ડભોઈ રોડ વડોદરા શહેર મુળ રહે-ડગરીયાવ ગામ તા-મછલીશહેર જી-જૌનપુર ઉતરપ્રદેશ)

નિલેશ અભેરાજ ગુપ્તા (રહે-હનુમાન ટેકરી ડભોઈ રોડ વડોદરા શહેર મુળ રહે-ભરવપુર ગામ તા-મછલીશહેર જી-જોનપુર ઉતરપ્રદેશ)

સુરજ કિશુનચંદ્ર સરોજ (રહે-સાંઈનગર સુર્યાનગર ક્રિષ્ણા હાઇટ્સ પાછળ ગાજરવાડી વડોદરા શહેર મુળ રહે-ભોસીલા ગામ તા-બદલાપુર જી-જોનપુર ઉતરપ્રદેશ)

વિશાલ જનાર્દન સરોજ (રહે-સાંઈનગર સુર્યાનગર ક્રિષ્ણા હાઇટ્સ પાછળ ગાજરવાડી વડોદરા શહેર મુળ રહે-ભોસીલા ગામ તા-બદલાપુર જી-જોનપુર ઉતરપ્રદેશ)

વિજય શિવકુમાર સરોજ (રહે-શિવનગર સુએઝ પંપીંગ રોડ ગાજરાવાડી વડોદરા શહેર મુળ રહે-બૈજલપુર ગામ તા-પટ્ટી જી-પ્રતાપગઢ ઉતરપ્રદેશ)

અજયભાઈ માનીકચંદ સરોજ (રહે-વિજયવાડી કાલકા મંદિર પાસે સોમા તળાવ બ્રીજ નીચે વડોદરા શહેર મુળ રહે-પનીકપુરા ગામ તા- મહારાજગંજ જી-જૌનપુર ઉતરપ્રદેશ)

રાહુલ રાજેન્દ્રપ્રસાદ બિંદ (રહે-હનુમાન મંદિર પાસે હનુમાના ટેકરી ડભોઈ રોડ વડોદરા શહેર મુળ રહે-પુરારામદેવ પોસ્ટ-મિતાવા -બદલાપુર જી-જોનપુર ઉતરપ્રદેશ)

Share :

Leave a Comments