ખંડેરાવ માર્કેટમાં છેલ્લાં છ વર્ષથી ભાડું નહીં ભરાતાં દુકાનો સીલ કરવામાં આવી

ભાડું બાકી રાખનાર દુકાનદારો સામે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી

MailVadodara.com - Shops-in-Khanderao-Market-have-been-sealed-due-to-non-payment-of-rent-for-the-past-six-years

- તંબોલી વિભાગ, કટલરી વિભાગ, માળી વિભાગ અને સિધ્ધનાથ રોડ પાસેની કોર્પોરેશનની માલિકીની 15 દુકાનોને નોટિસ અપાઇ

શહેરના ખંડેરાવ માર્કેટમાં આવેલી દુકાનો દ્વારા છેલ્લા છ વર્ષથી ભાડાઓ નહી ભરાતા દુકાનો સીલ કરવામાં આવી છે જ્યારે કેટલીક દુકાનોને નોટિસો અપાઇ છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખંડેરાવ માર્કેટમાં બનાવાયેલી દુકાનો ભાડાપટ્ટે આપવામાં આવી છે. જો કે અનેક વેપારીઓ દ્વારા સમયસર ભાડુ ભરપાઇ કરવામાં આવતું નહી હોવાથી કોર્પોરેશનને પણ આર્થિક નુકસાન થતું હોય છે. લાંબા સમય સુધી ભાડુ કોર્પોરેશનની તિજોરીમાં જમા નહી કરાવનાર આવા વેપારીઓ સામે કોર્પોરેશન દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.

ખંડેરાવ માર્કેટના માળી વિભાગની બે તેમજ મરચા વિભાગની એક દુકાનને છેલ્લા છ વર્ષથી ભાડુ નહી ભરવા બદલ સીલ કરી દેવામાં આવી છે અને શટર પર નોટિસ લગાવી દેવાઇ છે. આ ઉપરાંત તંબોલી વિભાગ, કટલરી વિભાગ, માળી વિભાગ, મરચા વિભાગ અને સિધ્ધનાથ રોડ પાસેની કોર્પોરેશનની માલિકીની ૧૫ દુકાનોને નોટિસ આપી વહેલી તકે ભાડુ ભરપાઇ કરવા જણાવાયું છે.

Share :

Leave a Comments