વડોદરા સેન્ટ્રલ જેલમાં ઝડતી દરમિયાન કાસમઆલા ગેંગના મુખ્ય સૂત્રધાર પાસેથી મોબાઇલ ફોન મળ્યો

પ્રતિબંધિત મોબાઇલ જેલની અંદર કોણે પહોંચાડ્યો તે દિશા પોલીસ અને જેલ તંત્ર દ્વારા તપાસ

MailVadodara.com - A-mobile-phone-was-found-in-the-possession-of-the-key-mastermind-of-the-Kasam-Ala-gang-during-a-search-at-Vadodara-Central-Jail

- જેલમાં ઝડતી દરમિયાન કાસમઆલા ગેંગના મુખ્ય સૂત્રધાર હુસન કાદરમિયા સુન્નીના ડાબા હાથના બાવડામાં રબરથી બાંધીને સંતાડેલો સીમકાર્ડ વગરનો મોબાઇલ ફોન મળ્યો હતો

વડોદરા સેન્ટ્રલ જેલમાં ઝડતી દરમિયાન કાચા કામના કેદી કાસમઆલા ગેંગના મુખ્ય સૂત્રધાર હુસૈન સુન્નીના હાથના બાવડામાં સંતાડેલો મોબાઇલ ફોન મળી આવ્યો છે. જેલમાં આ મોબાઇલ કેવી રીતે પહોંચ્યો, તે પણ તપાસનો વિષય છે. આ મામલે રાવપુરા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.


27 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યે યાર્ડ નં. 11ની બેરેક નં. 4માં જેલ અધિકારીઓ અને સ્થાનિક ઝડતી સ્ક્વોડ દ્વારા સંયુક્ત તપાસ હાથ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન કાચા કામના કેદી કાસમઆલા ગેંગના મુખ્ય સૂત્રધાર હુસન કાદરમિયા સુન્નીની અંગઝડતી કરવામાં આવતા તેના ડાબા હાથના બાવડામાં રબરથી બાંધીને સંતાડેલો ગોલ્ડન કલરનો સીમકાર્ડ વગરનો મોબાઇલ ફોન મળી આવ્યો હતી. જેલ સ્ટાફે તાત્કાલિક મોબાઇલ કબજે કર્યો હતો અને જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ અને જેલ તંત્ર એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે, પ્રતિબંધિત મોબાઇલ જેલની અંદર કોણે પહોંચાડ્યો, તેનો ઉપયોગ કોની સાથે સંપર્કમાં રહેવા માટે કરતો હતો. રાવપુરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments