લીમડાના રિક્ષાચાલકના ગુગલ પે સાથે ચેડાં કરી રૂા. 77 હજારની પડાવ્યાં, UPI મારફતે નાણાં ટ્રાન્સફર કરી લીધા

રિક્ષાચાલક અને પત્નીના બેંક ખાતાંમાંથી અજાણ્યા વ્યવહારો દ્વારા રકમ ઉપાડી

MailVadodara.com - Rs-77000-swindled-from-a-rickshaw-driver-in-Limda-by-tampering-with-his-Google-Pay-funds-transferred-via-UPI

- બેલેન્સ તપાસતાં પોતાના ખાતામાં માત્ર 54 અને પત્નીના ખાતામાં 1,150 બચ્યા

- કોઈ મેસેજ કે કોલ વિના નાણાં કપાતાં વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી

વાઘોડિયા તાલુકાના લીમડા ગામે રિક્ષા ડ્રાઇવિંગ કરતા યુવાનના મોબાઇલમાં ગુગલ પે એપ્લિકેશન હેક કરી સાયબર ગઠિયાઓએ બારોબાર રકમ સેરવી લીધી હતી.

વાઘોડિયામાં ઉંડા ફળિયામાં રહેતા રાહુલ ગણપતભાઇ ઓડે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું રિક્ષા ડ્રાઇવિંગ કરું છું. તેમજ મારા અને મારી પત્નીના એસબીઆઇ એકાઉન્ટ સાથે જોડેલ ગુગલ પે એપ્લિકેશનનો ઉપયોગ કરું છું. તા.૧૪ના રોજ બપોરે હું ગુગલ પે એપ્લિકેશન ખોલી બેલેન્સ ચેક કરતા મારા એકાઉન્ટમાં માત્ર રૂા.૫૪ અને પત્નીના એકાઉન્ટમાં રૂા.૧૧૫૦ બેલેન્સ બતાવતું હતું.

બંને એકાઉન્ટોમાંથી કોઇ રકમ ટ્રાન્સફર મેં કરી નહી હોવાથી બેન્કમાં જઇ તપાસ કરાવતા યુપીઆઇ આઇડીથી બંને એકાઉન્ટોમાંથી બારોબાર કુલ રૂા.૭૭ હજાર ડેબિટ થઇને અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયા હોવાનું જણાયું હતું. નાણાંકિય વ્યવહાર માટે મને કોઇ મેસેજ કે કોલ પણ આવ્યો ન હતો અને બારોબાર પૈસા કપાઇ ગયા હતાં. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments