આજવા રોડના પાયોનિયર પેટ્રોલ પંપના મેનેજરે 1.20 કરોડની ઉચાપત કરી, હિસાબોમાં ચેડાં કર્યાનો આરોપ

પેટ્રોલ પંપના આંતરિક હિસાબોમાં ગેરરીતિ કરી લાખોની રકમ અંગત વપરાશમાં વાળી

MailVadodara.com - Manager-of-Pioneer-Petrol-Pump-on-Ajwa-Road-accused-of-embezzling-1-20-crore-and-manipulating-accounts

- રોજિંદા કલેક્શન બેંકમાં જમા કરાવવાને બદલે પોતાના ઉપયોગમાં લીધું

- પેટ્રોલ પંપના મેનેજર સંજય પટેલ સામે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા પાયોનિયર પેટ્રોલ પંપ પર મેનેજર તરીકે ફરજ બજાવતા શખ્સે કંપનીના હિસાબોમાં ચેડાં કરી રૂ.1.20 કરોડથી વધુની માતબર રકમની ઉચાપત કરી વિશ્વાસઘાત આચર્યાની ઘટના સામે આવી છે, જે અંગે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

વડોદરા શહેરના કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી ધર્મેશભાઇ દશરથભાઇ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેસમાં આરોપી તરીકે સંજયભાઇ ત્રીલોવનભાઇ પટેલ (ઉં.વ. 52, રહે. વી.આઇ.પી. રોડ, વડોદરા)નું નામ સામે આવ્યું છે. આરોપી સંજયભાઇ પટેલ સયાજીપુરા આજવા રોડ પર આવેલા પાયોનિયર પેટ્રોલ પંપ પર મેનેજરની હેસિયતમાં ફરજ બજાવતા હતા.

આરોપીએ પોતાની સોંપાયેલી ફરજ દરમિયાન જાણીબુજીને ઠગાઇ કરવાના ઇરાદે સ્ટોક રજિસ્ટર અને હિસાબોના ચોપડામાં છેડછાડ કરી ખોટા હિસાબો તૈયાર કર્યા હતા. તેઓ રોજિરોજનું કલેક્શન પૂરેપૂરું બેંકમાં જમા કરાવવાને બદલે બારોબાર પોતાના અંગત ઉપયોગમાં વાપરી લેતા હતા.

આ પ્રકારે કંપની સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી કુલ રૂપિયા 1,20,95,178ની રોકડ રકમની ઉચાપત કરવામાં આવી છે. આ અંગે કપુરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Share :

Leave a Comments