ખંડેરાવ માર્કેટ પાસે બે દુકાનમાં આગ લાગતા દોડધામ, બે ફાયર સ્ટેશનની ટીમે આગ પર કાબુ મેળવ્યો

ફ્રુટ ગોડાઉનમાં આગથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો

MailVadodara.com - Panic-ensues-as-fire-breaks-out-in-two-shops-near-Khanderao-Market-teams-from-two-fire-stations-bring-the-blaze-under-control

- શોર્ટ સર્કિટની આશંકા વચ્ચે નુકસાનનો અંદાજ મેળવવા તપાસ શરૂ, સદનસીબે જાનહાનિ નહીં


વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આજે વહેલી સવારે બે દુકાનોમાં આગ લાગી હતી. જે દુકાન ફ્રુટના ગોડાઉન હતા અને શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે, આગ વિકરાળ બનતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બે ફાયર સ્ટેશનની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.


ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ ભીડને નિયંત્રિત કરવા નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર જવાનો દ્વારા ભારે જહેમત અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આગ પર કાબૂ મેળવાયો હતો.


સ્ટેશન ફાયર ઓફિસર પ્રતાપ ડામોરે જણાવ્યું હતું કે, ખંડેરાવ માર્કેટ પાછળ આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે દાંડિયાબજાર ફાયર અને બદામડીબાગ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી દુકાનોમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, તેમજ આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન કેટલું થયું છે તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


Share :

Leave a Comments