શિનોરના સુરાશામળ ગામે LCBના દરોડામાં પાંચ જુગારી ઝડપાયા, 78,650 રોકડા જપ્ત

તલાવડી પાસે આંબાના ઝાડ નીચે આરોપીઓ જુગાર રમતા હતા

MailVadodara.com - Five-gamblers-caught-in-an-LCB-raid-in-Surashamal-village-Shinor-78650-in-cash-seized

વડોદરા ગ્રામ્ય LCB પોલીસે શિનોર તાલુકાના સુરાશામળ ગામમાં જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પાંચ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ 78,650 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

LCB પોલીસને બાતમી મળી હતી કે સુરાશામળ ગામની સીમમાં તળાવડી પાસે આવેલા આંબાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો પત્તાનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

દરોડા દરમિયાન પોલીસે પાંચ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આરોપીઓની અંગઝડતીમાંથી 62,500 રૂપિયા અને જુગારના દાવ પરથી 16,150 રૂપિયા મળી આવ્યા હતા. આમ, કુલ 78,650 રૂપિયા રોકડા જપ્ત કરાયા છે. આ મામલે જુગારધારાની કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ ચાંદોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.

Share :

Leave a Comments