- LCBએ 66,432 બોટલ, ફોર્ડ ફિગો કાર અને સાત મોબાઇલ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા ગ્રામ્ય LCB એ વાઘોડિયા તાલુકાના કોટંબી ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-3માં આવેલા સાંઈનાથ એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી 1.28 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.

પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની 1,490 પેટીઓ (66,432 બોટલ) જપ્ત કરી, જેની કિંમત 1,24,29,552 છે. 4 લાખની ફોર્ડ ફિગો કાર અને 56,000ના 7 મોબાઈલ ફોન પણ કબજે કરાયા. કુલ 1,28,85,552નો મુદ્દામાલ જપ્ત થયો છે.

દરોડા દરમિયાન પોલીસે રાજસ્થાનના મનોહરલાલ રૂગનાથ બિશ્નોઈ, પ્રકાશ ભેરારામ ખીલેરી બિશ્નોઈ, પ્રવિણકુમાર રામલાલ ખીચડ બિશ્નોઈ અને દિનેશકુમાર દેરામારામ ખીલેરી બિશ્નોઈને પકડ્યા. આ દારૂ હરિયાણાના સુમીત અને મહારાષ્ટ્રના પ્રધાનજી પાસેથી મંગાવાયો હતો. નેટવર્કમાં સામેલ સુનીલ હરીંગારામ જાટ, સુમીત અને પ્રધાનજી ફરાર છે. પોલીસે તેમની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


