માંજલપુરના ડિઝાઇન મેનેજરને ક્રૂડ ઓઇલમાં રોકાણની લાલચ આપી રૂા.22.34 લાખની ઠગાઇ કરતાં ફરિયાદ

ઊંચા વળતરની લાલચે શેરબજારમાં રોકાણ કરાવ્યું, લાખો રૂપિયા ફસાયા

MailVadodara.com - Complaint-filed-after-a-design-manager-from-Manjalpur-was-swindled-out-of-Rs-22-34-lakh-through-the-lure-of-investing-in-crude-oil

- રૂ.૨૫,૪૯૯ પરત મળ્યા, આકાંક્ષા શર્મા અને રાહુલ તિવારી મારફતે રોકાણ કરાવ્યાનો આક્ષેપ

વડોદરામાં ઇન્વેસ્ટમેન્ટમાં ઊંચા વળતરની ખાતરી આપી અને ઇન્વેસ્ટરને વિશ્વાસમાં લઇને ઠગાઇ કરવાના વધુ એક કિસ્સામાં ઇન્વેસ્ટરે રૂ.૨૨.૩૪ લાખ ગુમાવતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

માંજલપુરના ઘનશ્યામ નગરમાં રહેતા અને હાલોલની ખાનગી કંપનીમાં ડિઝાઇન મેનેજર તરીકે ફરજ બજાવતા વિરલભાઇ પટેલે પોલીસને કહ્યું છે કે, જાન્યુઆરી-૨૦૨૬માં ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં એક લિન્ક ક્લિક કરતાં ટેલિગ્રામ ખૂલ્યું હતું અને મને એક ગ્ુ્રાપમાં જોઇન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રિસર્ચ માર્ટ સર્વિસિસ પ્રા.લિ. ની સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે આકાંક્ષા શર્માએ મારો સંપર્ક કરી શેર બજારમાં ઇન્વેસ્ટ કરો છો કે કેમ તેમ પૂછતાં મેં હા પાડી હતી. આ પછી આકાંક્ષાએ ૨૦ ટકા કમિશન નક્કી કરી ટિપ્સ આપવા માંડી હતી. જેમાં એફએન્ડઓમાં પ્રોફિટ થતાં મેં તેને કમિશન પણ ચૂકવ્યું હતું.

વિરલભાઇએ કહ્યું છે કે, આકાંક્ષાએ મને કહ્યું હતું કે તમે જોબ કરો છો એટલે ટાઇમ નહિ મળે.રૂ.૬ લાખ આપો તો અમારી કંપનીના પોર્ટલ પર ક્રૂડ ઓઇલમાં રોકાણ કરીશ અને આ પેટે ૨૫ ટકા કમિશન થશે.પછી આકાંક્ષાએ રાજીનામું આપતાં રાહુલ તિવારીએ વાતચીત કરી મારી પાસે ટુકડે ટુકડે કુલ રૂ.૨૨.૩૪ લાખનું રોકાણ કરાવ્યું હતું. જેની સામે મને માત્ર રૂ.૨૫,૪૯૯ જ પરત મળ્યા છે. બાકીની રકમ નહિ મળતાં શંકા થઇ હતી અને સાયબર સેલને જાણ કરી હતી.

Share :

Leave a Comments