તાંદલજામાં 146 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયો, પોલીસે બે વાહનો સહિત રૂપિયા 45,300નો મુદ્દામાલ કબજે કર્યો

વાડીવાલા સ્કૂલના ગેટ પાસે એક્ટિવાની ડીક્કીમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો

MailVadodara.com - Man-caught-in-Tandalja-with-146-grams-of-ganja-police-seized-items-worth-Rs-45300-including-two-vehicles

- સરફરાઝ નાઝીરખાન પઠાણને પોલીસે ઝડપી પાડ્યો

- પોલીસે ગાંજો ભરેલી થેલી, રૂ. 3 હજારનો મોબાઇલ ફોન અને ગાંજાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી એક્ટિવા કબજે કરી

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ગાંજાના વેચાણના કારોબારનો પર્દાફાશ કરી પોલીસે એક શખ્સને 146 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. વાડીવાલા સ્કૂલના ગેટ પાસે ખુલ્લી જગ્યામાં પોલીસે રેડ કરતા એક્ટિવાની ડીક્કીમાં સંતાડેલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત બે વાહનો અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 45,300નો મુદ્દામાલ કબજે કર્યો છે.

16 નવેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યાના અરસામાં તાંદલજાની વાડીવાલા સ્કૂલના ગેટ પાસે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન સરફરાઝ નાઝીરખાન પઠાણ (રહે. મકાન નં. 106-107, ઇબ્રાહિમ કોમ્પ્લેક્સ, સોદાગર પાર્ક, સરકારી સ્કૂલ પાસે, તાંદલજા) એક્ટિવા સાથે મળી આવ્યો હતો. પોલીસે તેની તલાશી લેતા એક્ટિવાની ડીક્કીમાંથી 7,300 રૂપિયાની કિંમતનો 146 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

પોલીસે ગાંજો ભરેલી કાળી પ્લાસ્ટિકની થેલી, રૂ. 3 હજારનો વીવો કંપનીનો મોબાઇલ ફોન અને ગાંજાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી રૂ. 15 હજારની લાલ કલરની એક્ટિવા કબજે કરી હતી. આ ઉપરાંત ગાંજાનો જથ્થો વેચાણના હેતુથી પૂરો પાડનાર જૈમ કાજીની રૂ. 20 હજારની પલ્સર બાઇક પણ કબજે કરવામાં આવી છે.

Share :

Leave a Comments