તરસાલીના 45 વર્ષીય વેપારીએ દેવાના બોજ વચ્ચે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કર્યું, સારવાર દરમિયાન મોત

કોરોનાકાળમાં વેપાર ઠપ થતાં યુનિફોર્મ બનાવતા વેપારી આર્થિક સંકટમાં સપડાયા

MailVadodara.com - A-45-year-old-businessman-from-Tarsali-burdened-by-debt-doused-himself-in-diesel-and-set-himself-on-fire-he-later-died-while-undergoing-treatment

- હોમલોન અને રોકાણકારોના ૩૦થી ૪૦ લાખના દેવામાં ફસાયા

- જરોદની કંપનીમાં નોકરી કરવા છતાં આર્થિક ભીંસમાંથી બહાર ન આવી શક્યા

શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા અને સ્કૂલ યુનિફોર્મનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવતા ૪૫ વર્ષના વેપારીએ દેવાના બોજ તળે દબાઈને ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે. જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,તરસાલી સિદ્ધેશ્વર હાઈટ્સમાં પત્ની અને સંતાનો સાથે રહેતા દેવેશ કાલીચરણ મિશ્રા (ઉં.વ.૪૫) નેશનલ હાઈવે નજીક દુકાન ભાડે રાખીને સ્કૂલના વિદ્યાર્થીઓના યુનિફોર્મ, ટાઈ અને બેલ્ટ બનાવવાનું કામ કરતા હતા.

કોરોનાકાળ દરમિયાન સ્કૂલો બંધ રહેતા દોઢ વર્ષ સુધી કામકાજ ઠપ થઈ ગયું હતું. હોમ લોન તેમજ રોકાણકારોના નાણાં મળીને તેમના માથે અંદાજે ૩૦ થી ૪૦ લાખનું દેવું થઈ ગયું હતું. જેના કારણે તેઓ સતત માનસિક તણાવમાં રહેતા હતા. દેવાની ચૂકવણી માટે થોડા સમય પહેલાં તેમણે જરોદ ખાતે એક કંપનીમાં માસિક ૨૦ હજારના પગારની નોકરી પણ શરૃ કરી હતી, પરંતુ લોનના મોંઘા હપ્તા સામે આવક ઓછી પડતાં તેઓ આથક ભીંસમાં ફસાયા હતા.

ગત ૧૯ ઓક્ટોબરના રોજ નવરાત્રિના છેલ્લા નોરતે તેમણે ઘરમાં પોતાની જાતે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ગઇકાલે તેઓનું મોત થયું છે.

Share :

Leave a Comments