સયાજી હોસ્પિટલના રુકમણી ચૈનાની પ્રસૂતિગૃહ સામે થાર કારમાં ડ્રગ્સ વેચવા નીકળેલા બે યુવકો ઝડપાયા

હોસ્પિટલ નજીક ડ્રગ્સના છૂટક વેચાણ માટે ડિજિટલ વજનકાંટાનો ઉપયોગ થતો હતો

MailVadodara.com - Two-young-men-caught-while-out-to-sell-drugs-in-a-Thar-car

- LCB ઝોન-2 અને રાવપુરા પોલીસની સંયુક્ત કામગીરીમાં 6 ગ્રામ મેફેડ્રોન અને 8 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત, 16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

વડોદરા શહેરની SSG હોસ્પિટલના રુકમણી ચૈનાની પ્રસૂતિગૃહ સામેના રોડ પરથી મેફેડ્રોન અને હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે યુવકો ઝડપાયા ગયા છે. LCB ઝોન-2ની ટીમે રાવપુરા પોલીસ સાથે મળીને મધરાતે થાર ગાડીમાં ડ્રગ્સનું વેચાણ કરવા નીકળેલા બે યુવકોને ઝડપી પાડ્યા હતા. પોલીસને તેમની પાસેથી મેફેડ્રોન અને હાઇબ્રિડ ગાંજા ઉપરાંત ડિજિટલ વજનકાંટો, મોબાઇલ ફોન અને રોકડ મળી 16 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં SSG હોસ્પિટલ નજીકથી ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ થયો છે. પોલીસની તપાસમાં અમાન શાહીદ મેમણ (ઉં.વ.23), રહે. ફાતીમા રેસિડેન્સી, ગોરવા અને શાફીનરઝા રિઝવાનઅલી સારાણી (ઉં.વ.21), રહે. હયાત રેસિડેન્સી, તાંદલજા નામના બે યુવકોની સંડોવણી સામે આવી છે.

બંને યુવકો થાર ગાડીમાં મેફેડ્રોન અને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે નીકળ્યા હતા. આ દરમિયાન 16 નવેમ્બરના રોજ રાત્રે 245 વાગ્યાના અરસામાં SSG હોસ્પિટલના રુકમણી ચૈનાની પ્રસૂતિગૃહ સામેના રોડ પરથી પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા.

પોલીસે શાફીનરઝા પાસેથી પારદર્શક પ્લાસ્ટિકની થેલીમાં રાખેલું 6 ગ્રામ મેફેડ્રોન, જેની કિંમત રૂ.18 હજાર થાય છે, જ્યારે 8 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, જેની કિંમત રૂ.28 હજાર થાય છે, તે કબજે કર્યો હતો. આ ઉપરાંત ડ્રગ્સના છૂટક વેચાણ માટે ઉપયોગમાં લેવાતો ડિજિટલ વજનકાંટો, એપલ-17 પ્રો સહિત બે મોબાઇલ ફોન, રોકડા રૂ.19,400 અને ડ્રગ્સના જથ્થાના પેકિંગમાં વપરાયેલી ખાલી થેલીઓ પણ મળી આવી છે.

Share :

Leave a Comments