ઘાયજ ગામે ખેતરમાં જુગાર રમતા 8 શખ્સોને LCBએ ઝડપી પાડ્યા, રૂપિયા 83,400નો મુદ્દામાલ જપ્ત

પાદરાથી લતીપુરા માર્ગે બદામના ઝાડ પાસે ચાલતા જુગાર પર દરોડો

MailVadodara.com - LCB-apprehends-8-individuals-gambling-in-a-field-in-Ghayaj-village-seizes-valuables-worth-Rs-83400

- પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.23,400 સહિત 7 મોબાઇલ અને 104 પત્તા કબજે કરાયા

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા પાદરા તાલુકાના ઘાયજ ગામની સીમમાં જુગાર રમતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પાદરાથી લતીપુરા તરફ જતા રસ્તા પર નવનીતભાઈ છગનભાઈ પટેલના ખેતરમાં ઓરડી નજીક બદામના ઝાડ પાસે ચાલતા જુગાર પર દરોડો પાડી પોલીસે 8 શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે સંજયભાઈ સોમાભાઈ પરમાર (ઉં.વ. 42, રહે. પાદરા), નીલેશભાઈ લાલજીભાઈ પઢિયાર (ઉં.વ. 22, રહે. ખત્રીપુરા, પાદરા), ઉમેશભાઈ અર્જુનભાઈ પરમાર (ઉં.વ. 19), રહે. ખત્રીપુરા, પાદરા), જીતેન્દ્રભાઈ રમેશભાઈ જરીયા (ઉં.વ.40, રહે. વડીવાડી, અલકાપુરી, વડોદરા), ધવલ કિરણભાઈ માલી (ઉં.વ.31, રહે. વડીવાડી, વડોદરા), ભાવીન સતીશભાઈ રાઠોડ (ઉં.વ.19, રહે. વડીવાડી, વડોદરા), પૃથ્વી મહેન્દ્રભાઈ પરમાર (ઉં.વ. 19, રહે. વડીવાડી, વડોદરા), ઉમેશભાઈ મનુભાઈ પગી (ઉં.વ.37, રહે. કુંજ સોસાયટી, વડીવાડી, વડોદરા) પોલીસે આરોપીઓ પાસેથી અંગઝડતીના રૂ.15,700 અને જુગારના દાવ પરના રૂ.7,700 મળી કુલ રૂ.23,400 રોકડા, 104 પત્તા તથા 7 મોબાઇલ ફોન કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.83,400 હોવાનું નોંધાયું છે.

આ મામલે જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઘાયજની સીમમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાતાં વિસ્તારમાં ચકચાર મચી છે.

Share :

Leave a Comments