વડોદરાના શહેરમાં માથાના દુખાવારૂપ બનેલા ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી પૂરી થાય કે તરત જ ગણતરીના કલાકોમાં તમામ દબાણો ફરી એકવાર જે તે જગ્યાએ ગોઠવાઈ જાય છે. પરિણામે પાલિકા દબાણ શાખાની ટીમની કાર્યવાહી ફારસરૂપ બની જતી હોય છે. છતાં પણ શહેરના વિવિધ વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી રોજિંદી બની ગઈ છે. અને શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડના વૃંદાવન ચાર રસ્તાથી બંને બાજુના રોડ રસ્તા પર થયેલા હંગામી દબાણો ખાણી પીણીની લારીઓ, વાહન રીપેરીંગની લારીઓ સહિત ખાણીપીણીની રેકડીઓ સહિત દુકાનદારોએ હંગામી દબાણ રૂપે બનાવેલા શેડ, તથા ફ્રુટવાળાઓના શેડ પાલિકાની દબાણ શાખાએ કેટલીક જગ્યાએ તોડી નાખ્યા હતા. જ્યારે બે ટ્રક જેટલા લારી ગલ્લા અને શેડ કબજે કર્યા હતા.