- એમજીવીસીએલ દ્વારા સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી વીજળી બંધ રખાશે, નાગરિકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરી લેવા પાલિકાની અપીલ
વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં આવતીકાલે રવિવાર, તા.22 નવેમ્બરના રોજ પાણી વિતરણના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એમજીવીસીએલ દ્વારા ગાજરાવાડી ટાંકી ખાતે સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર હોવાથી પાણી પુરવઠાની કામગીરીના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.
પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ગાજરાવાડી ટાંકી ખાતેથી કરવામાં આવતા પાણી વિતરણના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આથી સંબંધિત વિસ્તારોમાં નિયમિત સમય કરતાં એક કલાક વહેલું પાણી વિતરણ કરવામાં આવશે.
જાહેર કરાયેલા નવા સમયપત્રક મુજબ ઝોન-1માં વાડી વિસ્તાર, નવજીવન તથા મેમણ કોલોનીમાં સવારે 5થી 545 વાગ્યા સુધી પાણી આપવામાં આવશે. ઝોન-2માં ભરતનગર તથા રાજમહેલ રોડ વિસ્તારમાં સવારે 545થી 630 વાગ્યા સુધી પાણી વિતરણ થશે. જ્યારે ઝોન-3ના રાવપુરા, કિશનવાડી તથા નવગ્રહ મંદિર વિસ્તારમાં સવારે 6.30થી 7 વાગ્યા સુધી પાણી મળશે. આ ઉપરાંત બકરાવાડી બૂસ્ટિંગ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં સવારે 545થી 645 વાગ્યા સુધી પાણી વિતરણ કરવામાં આવશે. પાલિકાએ સંબંધિત વિસ્તારોના નાગરિકોને પાણી વિતરણના બદલાયેલા સમયની નોંધ લેવા તેમજ જરૂરી પાણીનો સંગ્રહ કરી સહકાર આપવા અપીલ કરી છે.


