મુંબઈમાં કાર ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી મકરપુરા જીઆઈડીસીમાંથી ઝડપાયો

MailVadodara.com - An-accused-involved-in-a-car-theft-case-in-Mumbai-was-apprehended-from-Makarpura-GIDC

- હિતેશ ગુલાબચંદ પ્રજાપતિ તરસાલીનો રહેવાસી છે, આરોપીને મુંબઈ પોલીસને સોંપવા માટેની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરાઈ છે

મુંબઇમાં કારની ચોરીના કેસમાં સંડોવાયેલા આરોપીને માંજલપુર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, મુંબઇ શહેરના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં કાર ચોરીનો ગુનો નોંધાયો હતો. આ ચોરીમાં સામેલ આરોપી હિતેશ ગુલાબચંદ પ્રજાપતિ (રહે. શાન્તમ હાઇલાઇન, તરસાલી શાક માર્કેટ પાસે,તરસાલી)ને પકડવાનો બાકી હતો. દરમિયાન માંજલપુર પોલીસને માહિતી મળી હતી કે, હિતેશ પ્રજાપતિ મકરપુરા જી.આઇ.ડી.સી.માં જ્યુપીટર ચાર રસ્તા પાસે લક્કી હોટલની બહાર બેઠો છે. જેથી,પી.આઇ. કે.પી. ખરાદીની સૂચના મુજબ સ્ટાફે સ્થળ પર જઇને તેને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને મુંબઇ પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments