માંજલપુર બેઠક ઉપર કોંગ્રેસના ભીખાભાઈ રબારીએ આજે ઉમેદવારી પત્ર ભર્યું, અમિત ચાવડા હાજર રહ્યા

માંજલપુર પેટાચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા, ભાજપ સામે મુદ્દાઓ ઉઠાવવાનો કોંગ્રેસનો દાવો

MailVadodara.com - Congress-Bhikhabhai-Rabari-filed-his-nomination-papers-for-the-Manjalpur-seat-today-Amit-Chavda-was-present

- અમિત ચાવડાએ કહ્યું, વડોદરામાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકારે ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું નથી, વડોદરામાં ચોમાસા દરમિયાન ભૂવા પડી જાય છે, રોડ રસ્તા તૂટી જાય છે


વડોદરાના માંજલપુર વિધાનસભાની બેઠક માટેની ચૂંટણીના મંડાણ થઈ ચૂક્યા છે. આજે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ પણ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે કોંગ્રેસના નેતા અમિત ચાવડા વડોદરા પહોંચ્યા હતા તેઓએ માંજલપુરની બેઠક જીતવાની આશા વ્યક્ત કરી હતી.

માંજલપુર વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસ દ્વારા પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને મેદાને ઉતારવામાં આવ્યા છે તેઓ ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે ઉપરાંત તેઓ લોકો સમક્ષ સ્વચ્છ છબી ધરાવે છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે સ્વચ્છ પ્રતિભાવ વાળા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે અમે લોકો પાસે પૂર્વ મંત્રીનો ચહેરો લઈને જઈશું અને મત માગીશું.


અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વડોદરામાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકારે ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું નથી. વડોદરામાં ચોમાસા દરમિયાન ભૂવા પડી જાય છે. રોડ રસ્તા તૂટી જાય છે ઉપરાંત ભાજપના સત્તાધીશોના પાપે વડોદરાવાસીઓએ પુરમાં કરોડો રૂપિયાની માલ મિલકત ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે તમામ મુદ્દાઓ લોકો સમક્ષ લઈને અમે મત માગવા માટે પહોંચીશું.


કોંગ્રેસના આગેવાન અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, માંજલપુર બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જંગી બહુમતીથી જીતશે. આ ચૂંટણી કે 2027 ની રિહર્સલ ચૂંટણી છે. લોકો ભાજપને જાકારો આપી સ્પષ્ટ સંદેશ આપશે કે આગામી 2027 માં પણ ભાજપની સરકાર ઘેર બેસી જશે અને લોકો કોંગ્રેસને ચૂંટી લાવશે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા સભા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Share :

Leave a Comments