સાયકલ બજારના કાયમી દબાણો સામે ધૃતરાષ્ટ્ર બનતા અધિકારીઓ ગંદકી બદલ દુકાનો સીલ કરી

પાલિકાની અધુરી કામગીરી...

MailVadodara.com - Cleanliness-drive-in-the-Surasagar-Madanzampa-and-Cycle-Mart-areas-two-shops-sealed-due-to-unsanitary-conditions

- પાલિકાના દબાણ શાખાના અધિકારીઓ સાયકલ બજારના દબાણો સામે લાચાર

વડોદરા શહેરને સ્વચ્છ રાખવા માટે વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા રાત-દિવસ સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ઉત્તર ઝોનના વોર્ડ નંબર 13માં આવેલા સુરસાગર આસપાસ તેમજ મદનઝાંપા અને સાયકલ માર્ટ વિસ્તારમાં વિશેષ ઇવનિંગ અને નાઈટ ડ્રાઈવ યોજીને ગંદકી ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

સાંજના સમયે દુકાનો બંધ થવા અને ખાણીપીણીની લારીઓ તેમજ રેસ્ટોરન્ટ શરૂ થવાના સમયે વિસ્તારમાં ગંદકી વધતી હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. આથી સુરસાગર, મદનઝાંપા અને સાયકલ માર્ટ વિસ્તારમાં પાલિકાની ટીમ દ્વારા ઓચિંતી તપાસણી હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન નિયમોનો ભંગ કરી ગંદકી ફેલાવતા એકમો સામે પાલિકાએ લાલ આંખ કરી હતી. ટીમે સ્થળ પર જ બે દુકાનોને સીલ મારી દીધી હતી, 17 દુકાનદારોને નોટિસ ફટકારી હતી અને આશરે રૂ. 39,000 થી રૂ. 40,000 જેટલો દંડ વસૂલ્યો હતો.

દિવસ દરમિયાન સેનેટરી વિભાગની ટીમો નિયમિત પેનલ્ટી ડ્રાઈવ ચલાવે છે, પરંતુ રાત્રિના સમયે વધતી ગંદકી રોકવા આ ખાસ ઝુંબેશ ચલાવાઈ હતી. શહેરને સ્વચ્છ રાખવાના અભિયાન હેઠળ ગંદકી કરનાર તત્વો સામે કોઈ બાંધછોડ નહીં કરાય તેવો સ્પષ્ટ સંદેશ તંત્રએ આપ્યો છે.

Share :

Leave a Comments