ઇંટોલા ચોકડી પાસે મોપેડને પાછળથી બાઇકની ટક્કર, ગંભીર ઇજાગ્રસ્ત પ્રૌઢનું સારવાર દરમિયાન મોત

નોકરીએ જતી વખતે માર્ગ અકસ્માતમાં પરિવારના મોભીનું જીવન છીનવાયું

MailVadodara.com - Bike-collided-with-moped-from-behind-near-Intola-Chowk-seriously-injured-adult-died-during-treatment

- વડસાલાના પ્રફુલ્લ રત્નુને પોરથી સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા

- અકસ્માત સર્જી બાઇકચાલક ફરાર થતાં રજીસ્ટ્રેશન નંબરના આધારે શોધખોળ શરૂ કરી

ઇંટોલા ચોકડી પાસે રોડ ક્રોસ કરતા મોપેડ ચાલકને બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું છે. અકસ્માત પછી બાઇક સવાર સ્થળ પરથી ભાગી છૂટયો હતો.

શહેર નજીકના વડસાલા નિજાનંદ સોસાયટીમાં રહેતા ૫૪ વર્ષના પ્રફુલ્લ રામદાનભાઇ રત્નુ ગઇકાલે ટુ વ્હીલર લઇને ઇંટોલા રોડ પર આવેલ નારાયણ ગ્લોબલ સ્કૂલમાં નોકરી જવા માટે નીકળ્યા હતા. ઇંટોલા ચોકડી પાસે તેઓ રોડ ક્રોસ કરતા હતા.તે દરમિયાન એક બાઇક ચાલકે પાછળથી ટક્કર મારતા તેઓને માથા તથા હાથ પર ગંભીર ઇજા પહોંચી હતી. તેઓને સૌ પ્રથમ સારવાર માટે પોર સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે. અકસ્માત પછી સ્થળ પરથી બાઇક સવાર ભાગી છૂટયો હતો. પી.એસ.આઇ. જે.એન. જાડેજાએ ગુનો દાખલ કરી બાઇકના રજીસ્ટ્રેશન નંબરના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Share :

Leave a Comments