કારેલીબાગમાં ખાનગી હોસ્પિટલ પાસે પતિ-પત્ની વચ્ચે મારામારી, વાયરલ વીડિયો બાદ પોલીસે અટકાયત કરી

પતિ, પત્ની અને વો ના કિસ્સામાં સર્જાયેલા પારિવારિક વિવાદે જાહેરમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

MailVadodara.com - Altercation-between-a-husband-and-wife-near-a-private-hospital-in-Karelibaug-police-take-action-following-a-viral-video

- પત્નીને અન્ય યુવક સાથે જોઈ પતિએ કર્યો હોબાળો, જાહેરમાં થયેલી બબાલથી રાહદારીઓનાં ટોળાં ઉમટ્યાં

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાનગી હોસ્પિટલ પાસે પતિ, પત્ની અને વો ના કિસ્સામાં સર્જાયેલા પારિવારિક વિવાદે જાહેરમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પત્નીને અન્ય યુવક સાથે જોતાં જ પતિએ રંગેહાથ ઝડપી લેતાં રસ્તા પર જ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં કારેલીબાગ પોલીસે પતિ અને પત્ની સામે અટકાયતી કાર્યવાહી હાથ ધરી છે.

કારાલીબાગની ખાનગી હોસ્પિટલ પાસે પતિએ પોતાની પત્નીને અન્ય યુવક સાથે જોઈ જતાં મામલો બિચક્યો હતો. આંતરિક વિવાદને કારણે રસ્તા પર જ આમને-સામને ઉગ્ર વાક્યયુદ્ધ ખેલાયું હતું, જે જોતજોતામાં હિંસક મારામારીમાં પરિણમ્યું હતું.

જાહેરમાં થયેલી મારામારી અને તમાશો જોવા માટે રસ્તે જતાં રાહદારીઓ અને સ્થાનિક લોકોના ટોળાં ઉમટી પડતાં અફરાતફરી સર્જાઈ હતી. ઘટના અંગે કારેલીબાગ પોલીસ મથકના PI કે. એ. ચૌધરીએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પતિ અને પત્ની સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.

Share :

Leave a Comments