અકોટામાં ઇલેક્ટ્રોનિક્સના વેપારી સહિત નવ મિત્રો સાથે રિસોર્ટ બુકિંગના નામે રૂપિયા 1.47 લાખની છેતરપિંડી

રિસોર્ટ બુકિંગના નામે વેપારી અને મિત્રોને છેતરવામાં આવ્યા, અકોટા પોલીસમાં ફરિયાદ

MailVadodara.com - Electronics-trader-and-eight-friends-in-Akota-defrauded-of-Rs-1-47-lakh-under-the-pretext-of-resort-booking

- મિત્રોએ એકસાથે રજાઓ ગાળવા સોશિયલ મીડિયા મારફતે દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે રિસોર્ટમાં રોકાવાનું આયોજન કર્યું હતું, નાણાં ટ્રાન્સફર કર્યા છતાં બુકિંગ ન થયું

વડોદરામાં ઇલેક્ટ્રોનિક્સના વેપારી અને તેમના 8 મિત્રો સાથે રિસોર્ટ બુકિંગના નામે 1 લાખ 47 હજાર રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેને આધારે અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વેપારી હિતેશ ભીમાણીના જણાવ્યા અનુસાર, તેઓ પરિવાર સાથે રહે છે અને ઇલેક્ટ્રોનિક્સના વેપાર સાથે સંકળાયેલા છે. મિત્રો સાથે રજાઓ ગાળવા માટે દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે રિસોર્ટમાં રોકાવાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા હરીશ પરમાર નામના વ્યક્તિએ ક્રેઝી લાઇફ વેકેશનના નામે રિસોર્ટ બુકિંગ કરાવવાની વાત કરી હતી.

15 ઓગસ્ટ 2024ના રોજ હરીશ પરમારનો સંપર્ક થતાં તેણે રિસોર્ટમાં રહેવા અને બુકિંગ માટેની વિગતો આપી હતી. ત્યારબાદ બુકિંગ પેટે નાણાં ચૂકવવા જણાવતાં ફરિયાદી અને તેમના મિત્રોએ અલગ-અલગ બેંક ખાતાં મારફતે રકમ ટ્રાન્સફર કરી હતી. 21 ઓગસ્ટ 2024ના રોજ ફરિયાદી તથા તેમના મિત્રો દ્વારા કુલ રૂ. 3,47,050 જેટલી રકમ જમા કરાવવામાં આવી હતી. નાણાં મેળવ્યા બાદ રિસોર્ટનું બુકિંગ કરાવવામાં આવ્યું નહોતું તેમજ ચૂકવેલી રકમ પણ પરત આપવામાં આવી નથી. જેથી આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Share :

Leave a Comments