વડોદરા ઝોન-4ના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઝડપાયેલા રૂપિયા 2.91 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો

પોલીસે જુદા-જુદા પોલીસ સ્ટેશનોનો પ્રોહિબિશનનો મુદ્દામાલ એક જગ્યાએ એકત્રિત કર્યો

MailVadodara.com - A-stock-of-foreign-liquor-worth-Rs-2-91-crore-seized-at-various-police-stations-in-Vadodara-Zone-4-has-been-destroyed

- કોર્ટના આદેશ બાદ કુલ 95 કેસોના કુલ રૂપિયા 2,91,15,936ના વિદેશ દારૂનો નિકાલ કરાયો

- DCP એન્ડ્રુ મેકવાન સહિતના અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી પૂર્ણ થઈ

આજ રોજ વડોદરા શહેર પોલીસના ઝોન-4 વિસ્તારના જુદા જુદા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના નાશ બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોર્ટમાંથી ઓર્ડર મેળવીને જે મુદ્દામાલનો નાશ કરવાનો છે, તેવા અલગ અલગ પોલીસ સ્ટેશનોના મુદ્દામાલને આ જગ્યાએ એકત્ર કરવામાં આવ્યો છે.

વડોદરા શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને પ્રોહિબિશન સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે આજે ઝોન-4 વિસ્તારમાં આવતા વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઝડપાયેલા રૂપિયા 2.91 કરોડના પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસે કોર્ટમાંથી યોગ્ય ઓર્ડર મેળવીને જુદા-જુદા પોલીસ સ્ટેશનોનો પ્રોહિબિશનનો મુદ્દામાલ એક જગ્યાએ એકત્રિત કર્યો હતો. આ નાશની પ્રક્રિયા ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાન , એસ.ડી.એમ., પ્રોહિબિશન વિભાગના અધિકારીઓ, મામલતદાર અને અન્ય સંબંધિત અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં પાર પાડવામાં આવી હતી. આજરોજ ઝોન-4 અંતર્ગત કુલ 95 કેસોના કુલ રૂ.2,91,15,936 ના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો

Share :

Leave a Comments