સયાજીપુરાના APMC માર્કેટ પાસે રોડ ક્રોસ કરતા શ્રમિકને બાઇકની ટક્કર, ગંભીર ઇજાથી આધેડનું મોત

દરજીપુરા એરફોર્સ તરફથી આવતી બાઇક ટક્કર મારીને ચાલક ફરાર થયો

MailVadodara.com - Middle-aged-laborer-dies-from-severe-injuries-after-being-hit-by-a-motorcycle-while-crossing-the-road-near-the-APMC-market-in-Sayajipura

- કપુરાઈ પોલીસે બાઇકના નંબરના આધારે તપાસ શરૂ કરી

વડોદરા શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર એપીએમસી માર્કેટ પાસે મળસ્કે સાડા ચાર વાગ્યે રોડ ક્રોસ કરતા સાળા બનેવી પૈકી બનેવીને બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

બિહારના ચોક પૂર્ણીયા ખાતે રંગપુરા પુરાનામાં રહેતા ૫૬ વર્ષના જંગલીભાઇ સુગદેવભાઇ મહતો છેલ્લા પાંચ મહિનાથી વડોદરામાં તેમના સાળા લકખી ગુલોભાઇ મહતોના ઘરે સયાજીપુરા પાણીની ટાંકી પાસે શક્તિ વુડાના મકાનમાં રહેતા હતા. તેમજ વડોદરામાં છૂટક મજૂરી કામ કરતા હતા. ગઇકાલે સવારે ચાર વાગ્યે સાળા બનેવી ઘરેથી ચાલતા એપીએમસી માર્કેટ જતા હતા. સવારે સાડા ચાર વાગ્યે તેઓ અમદાવાદથી સુરત તરફ જતા રોડ પર એ.પી.એમ.સી. માર્કેટની સામે રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન દરજીપુરા એરફોર્સ તરફથી પૂરઝડપે આવતી બાઇકના ચાલક જંગલીભાઇને ટક્કર મારીને સ્થળ પર બાઇક મૂકીને ભાગી ગયો હતો. જંગલીભાઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. છાતી તથા પેટના ભાગે ગંભીર ઇજા થતા તેઓનું મોત થયું હતું. બનાવ અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી બાઇકના નંબરના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Share :

Leave a Comments