- દારૂ, કાર અને બે મોબાઇલ સહિત 7.82 લાખની મતા કબજે કરાઈ
- મધ્યપ્રદેશના પિન્ટુ શેઠ અને નંદેસરીના રાહુલને વોન્ટેડ જાહેર કરાયા
વડોદરા શહેર પોલીસે દારૂનો વધુ મોટો જથ્થો કબજે કરી કારમાં જઇ રહેલા બે ખેપિયાને ઝડપી પાડયા છે.

હરણી એરફોર્સ બ્રિજ પાસે ડીસીપી ઝોન-૪ની ટીમ વોચમાં હતી ત્યારે એક કારને આંતરતા તેમાંથી દારૂ અને બિયરની કુલ રૂપિયા અઢી લાખની કિંમતની ૧૧૯૪ બોટલ મળી આવી હતી. પોલીસે કારમાંથી ધનસિંગ હલજી રાઠવા (રહે. બેડવી ગામ, છોટાઉદેપુર) અને વિક્રમ હરસિંગ રાઠવા (રહે. ચીસાડિયા, છોટાઉદેપુર)ને ઝડપી પાડી દારૂ, કાર અને બે મોબાઇલ મળી કુલ રૂા.૭.૮૨ લાખની મતા કબજે કરી હતી.
તપાસ દરમિયાન દારૂનો જથ્થો મધ્ય પ્રદેશના અલીરાજપુર ખાતે રહેતા પિન્ટુ શેઠે મોકલ્યો હોવાની અને નંદેસરીના રાહુલે મંગાવ્યો હોવાની વિગતો ખૂલતાં બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.


