- માયાબેનના પર્સમાં રોકડા 11 હજાર રૂપિયા હતા, બસમાં સવાર થયા બાદ થેલાની ખુલ્લી ચેઈનથી ચોરીની જાણ થઈ
મૂળ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામનો વતની અને હાલમાં પરિવાર સાથે વડોદરાના માણેજા વિસ્તારમાં આવેલી માધવ ટીમ્બર કંપનીમાં રહીને મજૂરીકામ કરતા કમલેશ શનાભાઈ ડાભીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાની જણાવેલ છે કે,
ગત તારીખ 08/11/2026 ના રોજ દિવાળીનો તહેવાર હોવાથી હું અને મારી પત્ની માયાબેન અમારા વતન જવા માટે વહેલી સવારે વડોદરાના મકરપુરા બસ ડેપો ખાતે આવ્યા હતા. સવારના આશરે સાડા સાત વાગ્યે અમે બંને ડેપોની બસ એનાઉન્સમેન્ટ ઓફિસ પાસે બેઠા હતા. મારી પત્ની પાસે એક થેલો હતો, જેમાં મૂકેલા નાના પર્સમાં રોકડા રૂપિયા 11,000 હતા.
થોડીવારમાં અમારી બસ આવતા અમે બસમાં ચડવા ગયા, ત્યારે ત્યાં ખૂબ જ ભીડ હતી. ભીડમાંથી પસાર થઈને આઠેક વાગ્યાની આસપાસ અમે બસની સીટ પર બેઠા, ત્યારે અમારું ધ્યાન ગયું કે મારી પત્નીના થેલાની ચેઈન ખુલ્લી હતી. ગભરાઈને થેલામાં તપાસ કરતાં અંદર મૂકેલું રોકડ ભરેલું પર્સ ગાયબ હતું. અમે આજુબાજુ ઘણી શોધખોળ કરી, પરંતુ પર્સ મળ્યું નહીં.


