શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઇ કરતી ટોળકીના 2 આરોપી ઝડપાયા, ટોળકી સામે દેશભરમાં 79 ફરિયાદ

વડોદરાના યુવાન સાથે 13.70 લાખની છેતરપિંડી થતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી

MailVadodara.com - 2-accused-of-a-gang-cheating-on-the-pretext-of-investing-in-the-stock-market-arrested

- આરોપીઓ પાસેથી મોબાઇલ - 5 અને લેપટોપ - 2 રિકવર કરાયા, આરોપીના લેપટોપમાંથી 700 બેંક ખાતાની શંકાસ્પદ વિગત મળી, અગાઉ 4 આરોપી દિલ્હીથી પકડાયા હતા

શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઇ કરતી ટોળકીના 2 આરોપીની દિલ્હી તથા વડોદરામાંથી વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. દિલ્હીથી પકડાયેલા આરોપીના લેપટોપમાંથી 700 જેટલા શંકાસ્પદ બેંક એકાઉંટ ટ્રાંઝેકશન અંગેની વિગતો મળી છે અને આ ટોળકી સામે દેશભરમાં 79 ઓનલાઈન ફરિયાદો થઈ છે. પોલીસ તપાસમાં આ ટોળકી સામે કરોડો નહીં પણ અબજો રૂપિયાનું સાયબર ફ્રોડ સામે આવી શકે છે. આ કેસમાં અગાઉ 4 આરોપી દિલ્હીથી પકડાયા હતા.

વડોદરા શહેરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે સાયબર માફિયાઓએ તેઓને એક વ્હોટસએપ ગ્રુપમાં એડ કર્યા હતા. જેમા શેર માર્કેટમાં રોકાણ અંગેની ટીપ્સ આપવામાં આવતી હતી. ત્યારબાદ તેઓને બનાવટી એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. શરૂઆતમાં તેઓને ટ્રેડિંગ મારફતે બનાવટી એપ્લિકેશનમા નફો બતાવ્યો હતો, તેથી યુવાન વિશ્વાસમાં આવી ગયો હતો અને તેઓ પાસેથી વધુ રોકાણ કરાવ્યું હતું અને તેઓને એપ્લીકેશનમાં IPO એલોટમેન્ટ થઈ ગયો હોય તેમ દર્શાવવામાં આવ્યું હતું. આમ અલગ અલગ કંપનીના શેર ખરીદવા તેમજ આઇપીઓ ખરીદવાના બહાને કુલ 15,70,001 રૂપિયા યુવાન પાસે અલગ અલગ બેંક એકાઉંટમાં ભરાવડાવ્યા હતા, જે પૈકી 2 લાખ રૂપિયા યુવાનના બેંક ખાતામાં પરત જમા કરાવી વિશ્વાસમાં લીધો હતો અને બાકીના નાણા પરત કર્યા નહોતા અને 13,70,001 રૂપિયાની નાણાકીય છેતરપિંડી થઈ છે, તેવું જણાતા યુવાને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપીઓની તપાસ કરવા માટે વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી તપાસ કરતા અને માહિતી મેળવતા એક આરોપીની વિગત દિલ્હી અને બીજા આરોપીની વિગત વડોદરા ખાતેની આવી હતી. જેથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હી અને વડોદરા ખાતેથી આરોપીઓની ધડપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આરોપી અભિષેક સુભાષસંદ્ર ગર્ગ (રહે. પ્રિતમ પુરા, દિલ્હી) દ્વારા ગુનાના કામમાં સંકળાયેલું બેંક ખાતુ ઓપરેટ કરવામાં આવતું હતું. અને આરોપી ઇંદરપુરણ દશરથ પાલ (રહે. રોહીણી, દિલ્હી) દ્વારા સહઆરોપી સાથે મળીને ફ્રોડની રકમ જમા થતી હતી, તે બેંક ખાતુ ફ્રિઝ થતા ફરિયાદીને લોભ લાલચ આપીને સમાધાન કરી ચાલુ તપાસમાં નુકશાન પહોંચાડવાનું કામ કરતો હતો. તથા તપાસ કરનાર એજન્સીઓ વિરૂદ્ધ ખોટી અરજીઓ કરવાનું કામ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને આરોપીઓ દ્વારા ઇમેલ આઇડીનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવતો હતો.

તપાસ દરમિયાન આરોપી ઇંદરપુરણ દશરથ પાલ (રહે. રોહીણી, દિલ્હી) ના લેપટોપ ડિવાઇઝની સઘન તપાસ કરતા તેમાંથી 700 થી વધુ શંકાસ્પદ બેેંક ટ્રાન્ઝેક્શનની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ગુનામાં પોલીસે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઉપરોક્ત આરોપીઓ પાસેથી મોબાઇલ - 5 અને લેપટોપ - 2 રિકવર કરવામાં આવ્યા છે.

Share :

Leave a Comments