ભાવનગર એકસપ્રેસ ટ્રેનની બારીમાંથી હાથ નાખી મુસાફરી કરતી મહિલાની ચેન તોડી ગઠિયો ફરાર

મુંબઈના બોરીવલી ખાતે રહેતી મહિલા ભાવનગર એકસપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા હતા

MailVadodara.com - A-thief-broke-the-chain-of-a-woman-traveling-by-sticking-his-hand-out-of-the-window-of-the-Bhavnagar-Express-train-and-escaped

- અન્ય ત્રણ મુસાફરના પણ ચાર મોબાઈલ ટ્રેનમાંથી ચોરાયા હોવાની રેલવે પોલીસમાં ફરિયાદ

મુંબઈના બોરીવલી ખાતે રહેતી મહિલા ભાવનગર એકસપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા હતા. દરમિયાન તેમની આંખ લાગી જતા ગઠિયો ચાલુ ટ્રેન બારીમાંથી હાથ નાખીને તેમના ગળામાંથી રૂપિયા 90 હજારની સોનાની ચેન તોડીને ભાગી ગયો હતો. જ્યારે અન્ય ત્રણ મુસાફરના પણ ચાર મોબાઈલ ટ્રેનમાંથી ચોરાયા હોવાની ફરિયાદ રેલવે 3 પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.

પશ્ચિમ રેલવેમાં દોડી રહેલી ટ્રેનોમાં મુસાફરી કરતા લોકો ડબ્બામાં ઊંઘી જાય છે, ત્યારે ઊંઘનો લાભ લઈને ગઠીયાઓ મોબાઈલ તથા કિંમતી સામાનની ચોરી કરીને ફરાર થઈ જતા હોય છે. પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવતું હોવા છતાં આ ચોર ગઠિયાઓ તેમની હરક્ત છુટ્ટતી નથી. મુંબઈના બોરીવલી ખાતે રહેતા હીનાબેન રાજેન્દ્રભાઈ જોશી ભાવનગરથી ભાવનગર એકસપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા હતા. તે દરમિયાન પોતાની સીટ ઉપર સુઇ રહયા હતા તે દરમિયાન ચાલુ ટ્રેન દરમિયાન બારીમાથી હાથ નાખી મહિલાએ ગળામાં પહેરેલી સોનાની ચેન ખેંચીને ચોર ભાગી ગયો હતો. તેવી જ રીતે અન્ય ત્રણ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની ઊંઘનો લાભ લઈને ગઠીયાઓ ચાર જેટલા મોબાઇલની પણ ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતા. તમામ ફરિયાદ વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments