વાઘોડિયા રોડ પર બાળકો સહિત 20 લોકોને શેરી કૂતરાએ બચકાં ભરતાં ભયનો માહોલ સર્જાયો

સ્થાનિક નાગરિકોએ વારંવાર રજૂઆત કરવા છતાંય તંત્ર કોઇ કાર્યવાહી કરતું નથી

MailVadodara.com - An-atmosphere-of-fear-was-created-as-20-people-including-children-were-bitten-by-a-stray-dog

- બાળકો એકલા નીકળી શકતા નથી, ૮ વર્ષના બાળકને મહિનામાં બીજી વખત કરડયું

વાઘોડિયા રોડ પર લોકોને બચકાં ભરતા શેરી કૂતરાના કારણે ભયનો માહોલ છે. સ્થાનિક નાગરિકોએ વારંવાર રજૂઆત કરવા છતાંય તંત્ર કોઇ કાર્યવાહી કરતું નથી.

શહેરમાં રાત્રે શેરી કૂતરાઓ વાહન ચાલકો પાછળ દોડતા હોય છે. જેના કારણે અવારનવાર અકસ્માતો પણ થાય છે. શહેરના કેટલાક વિસ્તારોમાં શેરી કૂતરાઓનો પણ ભય હોય છે. છેલ્લા એક વર્ષથી વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા નજીકની સોસાયટીમાં શેરી કૂતરા લોકોને બચકા ભરે છે. નાના બાળકો ઘરની બહાર એકલા નીકળી શકતા નથી. સ્કૂલ અને ટયુશન જતા બાળકોની પાછળ કૂતરા દોડે છે. 

અત્યાર સુધી ચારથી પાંચ નાના બાળકો અને ૨૦થી વધુ લોકોને કૂતરાએ બચકા ભરતા તેઓને સારવાર કરાવવી પડી છે. ૮ મહિનાના એક બાળકને એક મહિનામાં જ બે વખત કૂતરાએ બચકા ભર્યા છે. તેને આજે રસી મૂકાવવા માટે પરિવારજનો સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યારે ૧૩ વર્ષના એક કિશોરને પણ કૂતરાએ બચકું ભર્યુ હતું.

Share :

Leave a Comments