માંડવી વિસ્તારના કપડાના વેપારી સાથે રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને 2.90 લાખની ઠગાઈ

અકબરી કોમ્પ્લેક્સમાં રહેતા સોયેબ સિદીક મેમણ દ્વારા સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ

MailVadodara.com - Mandvi-area-cloth-merchant-cheated-of-Rs-2-90-lakh-on-the-pretext-of-transferring-money

વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં રહેતા વેપારીના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી આપવાના બહાને કમિશન એજન્ટે રૂપિયા 3.39 લાખ પોતાના ખાતામાં ઉપાડ્યા હતા. જેમાંથી માત્ર 49 હજાર પરત કર્યા હતા, જ્યારે બાકીના રૂપિયા 2.90 લાખ પરત નહિ કરીને છેતરપિંડી આચરતા આ મામલે એજન્ટ વિરુદ્ધ વેપારીએ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં અકબરી કોમ્પ્લેક્સમાં રહેતા સોયેબ સિદીક મેમણ દ્વારા સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું કે, હું કપડાની ફેરીનો વેપાર ધંધો કરૂ છું. હું ચાર વર્ષથી મદાર મહોલ્લા યાકુતપુરા ખાતે રહેતા આસીફશા નજુશા દિવાનને ઓળખું છું અને અમને વેપાર ધંધા માટે પૈસાની જરૂર હોય ત્યારે અમારી પાસે રહેલા અલગ-અલગ બેન્કના ક્રેડિટ કાર્ડમાંથી આ આસીફશા દિવાન વર્ષ 2024ના એપ્રિલ મહિનાથી મારા ક્રેડીટ કાર્ડના સ્વાઇપ કરાવીને તેના નાણા મારા એકાઉન્ટમાં નખાવતો હતો.

આ ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરવા પર આસીશા નજુશા દિવાન મારી પાસેથી ચાર્જ પેટે 2 ટકા લેતો હતો અને આમ જ આસીફશા નજુશા દિવાન સાથે એપ્રિલથી નવેમ્બર સુધી ક્રેડિટ કાર્ડનું હું કામ કરાવતો હતો. જેથી મારી ઓળખાણ થઈ હતી અને અમારે ઘણા વર્ષોથી ઓળખાણ હોવાથી ગઈ 7 માર્ચના રોજ મેં મારા તમામ ક્રેડિટ કાર્ડ આસીફશા નજુશા દિવાનને આપ્યા હતા અને આ તેણે મારા ક્રેડીટ કાર્ડના ઓટીપી મારી પાસેથી લઈ જાતે પોતાના ઘરે લેપટોપ તથા સ્વાઈપ મશીન મારફતે ક્રેડિટ કાર્ડમાંથી રૂ.3.39 લાખ નાણા ટ્રાન્સફર કરી લીધા હતાં. જેમાંથી 49 હજાર રૂપિયા અમારા બેન્ક એકાઉન્ટમાં અમને પરત કર્યા હતા અને બાકીના રૂ. 2.90 લાખ મને પરત નહીં આપી રૂપિયા એપ્લિકેશનમાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ મામલે વેપારીની ફરિયાદના આધારે સીટી પોલીસે આસીફશા દિવાન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments