આરસી દત્ત રોડ પર આવેલી દુકાનમાંથી ડુપ્લીકેટ સિગારેટનું વેચાણ કરનાર પિતા-પુત્રની અટકાયત

જગદંબા સ્ટોર નામની દુકાનમાં ડુપ્લીકેટ ગોલ્ડ ફલેક સિગારેટના જથ્થો મળી આવ્યો હતો

MailVadodara.com - Father-son-duo-arrested-for-selling-duplicate-cigarettes-from-shop-on-RC-Dutt-Road

- ગાયત્રી ચેમ્બર્સના ગ્રાઉન્ડ ફોર પર આવેલી બે દુકાનમાં ઇન્ડિયન ટોબેકો કંપનીના માણસોએ પોલીસને સાથે રાખી રેડ કરી હતી, 14 હજારની ડુપ્લક્ટિ સિગારેટનો જથ્થો મળી આવ્યો

વડોદરા શહેરના આર.સી. દત્ત રોડ પર ગાયત્રી ચેમ્બર્સના ગ્રાઉન્ડ ફોર પર આવેલી બે દુકાનમાં ઇન્ડિયન ટોબેકો કંપનીના માણસોએ પોલીસને સાથે રાખી રેડ કરી હતી. ત્યારે દુકાનમાંથી 14 હજારની ડુપ્લક્ટિ સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કોપીરાઈટનો ગુનો નોંધી દુકાનના સંચાલક પિતા પુત્રની અટકાયત કરી હતી, જ્યારે અન્ય એક શખસને વોન્ટેડ જાહેર કરે છે. મુદ્દામાલ કબજે કરીને તેને ફરિયાદ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

અમદાવાદ ખાતે રહેતા દર્શક નીતીનભાઈ પારેખે ફરિયાદ નોંધાવી છે કે, હું પારેખ ઈન્ટેલ એકચ્યુઅલ સર્વિસીસ કંપનીના પ્રોપરાઈટર તરીકે ફરજ બજાવું છું અને મારા રહેણાંક સરનામેથી જ મારી કંપની ચલાવુ છું. એક એપ્રિલથી ઇન્ડિયન ટોબેકો કંપનીએ મને ડુપ્લીકેટ પ્રોડકટની રેઇડ કરવા ઓથોરાઈઝ કર્યો છે. આર.સી. દત્ત રોડ ગાયત્રી ચેમ્બર્સના ગ્રાઉન્ડ ફલોરમાં દુકાન નં. 34 35, જગદંબા સ્ટોર નામની દુકાનમાં ડુપ્લીકેટ ગોલ્ડ ફલેક સિગારેટના જથ્થો સંગ્રહ કરીને વેચાણ કરે છે અને હાલમાં દુકાન ખુલ્લી છે તેવી મળેલી બાતમીના આધારે કંપનીના માણસોએ એસ.ઓ.જી. પોલીસ ગ્રાઉન્ડ ફ્લોરની બે દુકાન રેડ કરી હતી.

ત્યારે બે શખસો હાજર હોય રાજેન્દ્ર સમસહાયક અગ્રવાલ અને આકાશ રાજેન્દ્ર અગ્રવાલ હાજર મળી આવ્યા હતા. તેઓએ પોતે દુકાન જગદંબા સ્ટોરના પ્રોપરાઈટર હોવાનું જણાવ્યુ હતું. દુકાનમાં ઝડતી તપાસ કરતાં ડુપ્લીકેટ ગોલ્ડ ફલેક સિગારેટના બોક્સ 84 રૂપિયા 14 હજારના મળી આવ્યા હતા. જેથી ડુપ્લીકેટ માલ વેચનાર પિતા પુત્રની અટકાયત કરી હતી. જ્યારે ગુલામ સૈયદ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. મુદ્દામાલ કબજે કરીને તેની ફરિયાદ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

Share :

Leave a Comments