વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તહેવારો દરમિયાન લેવાયેલા નમૂના પૈકી 19 ખાદ્ય નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર

ખાદ્ય પદાર્થોની તપાસમાં 19 નમૂના નાપાસ, સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી

MailVadodara.com - 19-food-samples-collected-by-the-Vadodara-Municipal-Corporation-Health-Department-during-the-festive-season-have-been-declared-substandard

- સિંગતેલ, ઘી અને પનીરના નમૂના નાપાસ, ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની જાહેર જનતાના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશ્નરની સૂચના અને ડેઝિગ્નેટેડ ઓફિસર તથા અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ, ખોરાક શાખાના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરો અને ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન વિવિધ નમૂના લેવામાં આવ્યા હતા જે પૈકી 19 નમૂના નાપાસ જાહેર થયા છે.

આ તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે વિવિધ વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાઓની ગુણવત્તા તપાસવા અને વિસ્તૃત પૃથ્થકરણ કરવા અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પબ્લિક હેલ્થ લેબોરેટરી દ્વારા રજૂ કરવામાં આવેલા પૃથ્થકરણ રિપોર્ટના આધારે, એકત્ર કરાયેલા શંકાસ્પદ નમૂનાઓમાંથી કુલ-19 ખાદ્ય પદાર્થોના નમૂના સબ-સ્ટાન્ડર્ડ એટલે કે નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. ભેળસેળ કે અયોગ્ય ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા આ તમામ સંબંધિત ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે મહાનગરપાલિકા દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શહેરના નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત આહાર મળી રહે તે માટે તંત્ર દ્વારા આવી ઝુંબેશ આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા તહેવારો પહેલા વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વિવિધ સ્થળોએથી નમુનાઓ લેવામાં આવ્યા હતા જેના પૃથક્કરણ બાદ જે નમૂનાઓ નાપાસ થયા છે તેઓ સામે કડક રહે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કયા નમૂના નાપાસ થયા

અનાયા નેચરલ ઓઇલ, સમા સાવલી રોડ - લુઝ સિંગતેલ - સબ સ્ટાન્ડર્ડ

તાજડેરી, સરદાર એસ્ટેટ - લુઝ ઘી - સબ સ્ટાન્ડર્ડ

શ્રી રામ દુગ્ધાલય, માંજલપુર - લુઝ ઘી - સબ સ્ટાન્ડર્ડ

અખર ડેરી ફાર્મ, મકરપુરા રોડ - લુઝ ઘી - સબ સ્ટાન્ડર્ડ

તાજવાલા ડેરી, આજવા રોડ - લુઝ ઘી - સબ સ્ટાન્ડર્ડ

ગૌરવ પ્રોવિઝન સ્ટોર, છાણી કેનાલ રોડ - લુઝ તુવેરદાળ - સબ સ્ટાન્ડર્ડ

અમેઇરા ઓર્ગેનિક, મકરપુરા - લુઝ સિંગતેલ - સબ સ્ટાન્ડર્ડ

તડકા પંજાબ કા, તાંદલજા રોડ - પનીર લબબદાર (પ્રીપેડ ફૂડ) - સબ સ્ટાન્ડર્ડ

અસૌરા પ્રોવિઝન સ્ટોર, ગોત્રી રોડ - લુઝ ગુર - સબ સ્ટાન્ડર્ડ

શ્રીજી ડેરીફાર્મ સ્વીટ એન્ડ ફરસાણ, માણેજા ક્રોસિંગ - લુઝ ઘી - સબ સ્ટાન્ડર્ડ

સાશ્વત એન્ટરપ્રાઇઝ, સમા સાવલી રોડ - પનીર લખનવી (પ્રીપેડ ફૂડ) - સબ સ્ટાન્ડર્ડ

શ્રી કિસ્મત કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, અમિત નગર, વીઆઇપી રોડ - લુઝ પનીર - સબ સ્ટાન્ડર્ડ

લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ, તરસાલી રોડ, મકરપુરા - લુઝ ચટણી - સબ સ્ટાન્ડર્ડ

હૈદ્રાબાદિઝ, ફતેગંજ - ચિકન દમ બિરિયાની (પ્રીપેડ ફૂડ) - સબ સ્ટાન્ડર્ડ

હૈદ્રાબાદિઝ, ફતેગંજ - વેજ દમ બિરિયાની (પ્રીપેડ ફૂડ) - સબ સ્ટાન્ડર્ડ

અંબે એન્ટરપ્રાઇઝ, નિઝામપુરા - પેકજડ ઘી (શ્રી અનમોલ રતન) - સબ સ્ટાન્ડર્ડ

મોઢેશ્વરી મસાલા ભંડાર, ફતેપુરા - લુઝ અથાણા સંભાર - સબ સ્ટાન્ડર્ડ

શ્રીજી પ્રોવિઝન સ્ટોર, ગોત્રી મેન રોડ - લુઝ ગોળ - સબ સ્ટાન્ડર્ડ

નટસ એન્ડ ડિલાઇટ્સ, આજવા રોડ - વિલેજ કાઉ ઘી - સબ સ્ટાન્ડર્ડ

Share :

Leave a Comments