પશ્ચિમ રેલ્વે વિશ્વામિત્રી-રત્નાગિરી-વિશ્વામિત્રી સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો ચલાવશે

ગણેશોત્સવને લઈ મુસાફરોની સુવિધા-વધારાની ભીડને સમાયોજિત કરવા વિશેષ ટ્રેન દોડાવાશે

MailVadodara.com - Western-Railway-will-run-special-trains-between-Vishwamitri-Ratnagiri-Vishwamitri-stations-at-special-fares

- ટ્રેન નંબર 09120 વિશ્વામિત્રી-રત્નાગિરી સ્પેશિયલ સોમવારે વિશ્વામિત્રીથી 8 વાગ્યે ઉપડશે અને એ જ દિવસે 20 વાગે રત્નાગિરી પહોંચશે, આ ટ્રેન 25 ઓગસ્ટ તેમજ 1 અને 8 સપ્ટેમ્બરે ચલાવાશે

ગણપતિ ઉત્સવ 2025 દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને સમાયોજિત કરવાના ઉદેશ્યથી પશ્ચિમ રેલવે દ્વારા વિશ્વામિત્રી-રત્નાગિરી- વિશ્વામિત્રી સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશલ ટ્રેનો ચલાવાશે.

ટ્રેન નંબર 09120 વિશ્વામિત્રી-રત્નાગિરી સ્પેશલ સોમવારે વિશ્વામિત્રીથી 8.00 વાગ્યે ઉપડશે અને એ જ દિવસે 20.00 વાગ્યે રત્નાગિરી પહોંચશે. આ ટ્રેન 25 ઓગસ્ટ અને 1 અને 8 સપ્ટેમ્બર, 2025 ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09119 રત્નાગિરી-વિશ્વામિત્રી સ્પેશિયલ સોમવારે રત્નાગિરીથી 21.00 વાગ્યે ઉપડશે અને તે બીજા દિવસે 11.45 વાગ્યે વિશ્વામિત્રી પહોંચશે. આ ટ્રેન 25 ઓગસ્ટ અને 1 અને 8 સપ્ટેમ્બર, 2025 ચાલશે.

આ ટ્રેન બંને દિશાઓમાં ભરૂચ, સુરત, વલસાડ, વાપી, દહાનુ રોડ, પાલઘર, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ, પેન, રોહા, માનગાંવ, વીર, કરંજાડી, ખેડ, ચિપલુન, અને સંગમેશ્વર રોડ સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09120નું બુકિંગ 20 ઓગસ્ટ, 2025થી બધા PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો ખાસ ભાડા પર સ્પેશલ ટ્રેનો તરીકે ચાલશે . ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Share :

Leave a Comments