માંજલપુર ટાંકી પર કામગીરીને કારણે 30 માર્ચે સાંજના ઝોનમાં પાણી પુરવઠો બંધ રહેશે

માંજલપુર વિસ્તારમાં પાણી પુરવઠામાં સમયસર ફેરફાર જાહેર

MailVadodara.com - Water-supply-will-be-closed-in-the-evening-zone-on-March-30-due-to-work-on-Manjalpur-tank

- ફ્લોમીટર બેસાડવાની કામગીરી હાથ ધરાશે, નાગરિકોને અગાઉથી પાણી સંગ્રહ કરવાની અપીલ

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણી પુરવઠા (ઈલેક્ટ્રિકલ/મિકેનિકલ) શાખા દ્વારા માંજલપુર પાણીની ટાંકી પર આવતી 600 મી.મી. વ્યાસની મુખ્ય ફીડર લાઈન પર ફ્લોમીટર બેસાડવાની કામગીરી હાથ ધરાશે. તા.30 માર્ચ 2026ના રોજ આ કામગીરી હાથ ધરાતા તે દિવસે માંજલપુર ટાંકી પરથી સાંજના 5.30 થી 6.30 અને 7 થી 8 વાગ્યાના ઝોનમાં પાણી વિતરણ કરાશે નહીં.

આ ઉપરાંત તા.31 માર્ચ 2026ના રોજ સવારના ઝોનમાં પાણી પુરવઠો વિલંબથી તેમજ ઓછા દબાણથી આપવામાં આવશે. તેથી નાગરિકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરી રાખવા તેમજ કામગીરી દરમ્યાન સહકાર આપવા મ્યુનિસિપલ કોર્પોરેશને અપીલ કરી છે.

Share :

Leave a Comments