- એડવોકેટ શૈલેષ અમીને કમિશનર, મેયર અને સ્થાયી સમિતિને પત્ર લખી હાઈકોર્ટના અવલોકનનો ઉલ્લેખ કર્યો; 14 વર્ષથી દબાણ હેઠળના પ્લોટ મામલે સવાલો ઉઠાવ્યા
વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરા ના પ્રમુખ કિશોર શર્મા, આગેવાન સંજય વાઘેલા અને એડવોકેટ શૈલેષ અમીન જણાવીએ છીએ કે અમો વડોદરા શહેર ના પ્રાણ પ્રશ્નો માટે વહીવટતંત્ર ને રજૂઆત કરતા બિન રાજકીય સંસ્થા છીએ.
વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા વારંવાર પંચમહાલ જેવા આદિવાસી વિસ્તારો માંથી મજુરી અર્થે વડોદરા આવેલાઓ એ દિવસ દરમ્યાન મજુરી કરી આવી ને રાત્રે સુવા માટે પ્લાસ્ટિક બાંધી બનાવેલા ટેમ્પરરી ઝુપડીઓ ને તોડીપાડી ને મજુરી કરવા આવેલા ગરીબ આદિવાસી લોકો ને તેમના બાળકો સાથે રોડ પર લાવી દેવાતા હોય ત્યારે ધંધાદારી બની ગયેલી ક્રિકેટની રમત કે જેમાં ઘણી મેચફિક્સિંગ કરાતી હોવાનું, અને કાળાનાણા ઉભા કરાતા હોવાનું સમાચારો માં બહાર આવેલું તેવી ક્રિકેટ ની રમત માંથી કરોડો રૂપિયા કમાયેલા યુસુફ પઠાણ દ્વારા વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન ની માલિકી નો તાંદલજા ટીપી ૨૨ માં આવેલો ૯૦ નંબર નો પ્લોટ, જેનું માપ ૯૭૮ ચોરસ મીટર છે, તે સન ૨૦૧૨ થી કોઈ પણ જાત ની પાલિકા ની લેખિત પરવાનગી, મંજુરી કે ભાડા લાગતો ભર્યા વગર ૧૪ વર્ષ થી ગેરકાયદેસર કબજો કરેલો છે, તેને શાશન ની ભ્રષ્ટ મીઠી નજર હેઠળ તોડવામાં આવતું નથી અને વડોદરા કોર્પોરેશન ને કરોડો રૂપિયાનું નુકશાન કરાવ્યા રાખ્યું છે.
હવે જયારે ગેરકાયદેસર રીતે અને એક પણ પાઈ ચૂકવ્યા વગર ૧૪ વર્ષ થી કિંમતી પ્લોટ નો કબજો કરેલો હોવા સામે ૨૦૨૪ ની સાલ માં ફરિયાદ ઉઠી ત્યારે વડોદરા કોર્પોરેશન ના શાશને અને કમિશ્નરે માત્ર દેખાડો કરવા પુરતી એક નોટીસ મોકલવાની કાર્યવાહી કરી, ઉપરાંત આજ દિવસ સુધી પ્લોટ નં.૯૦ ઉપર દબાણ દુર કરી કબજો લેવા બાબતે દબાણકર્તા યુસુફ પઠાણ ને કોઈ પણ કોર્ટે 'સ્ટે' એટલે કે 'સ્ટેટસ કવો' કે જેને 'યથાવત સ્થિતિ જાળવવી' નો હુકમ નહિ કરેલો હોવા છતાય, વહીવટકર્તા અને શાશક બન્નેવ પોતાની સત્તાનો દુરુપયોગ કરી ને વડોદરા કોર્પોરેશને યુસુફ પઠાણ નું દબાણ દુર નહિ કરી ને પ્લોટ પાલિકા હસ્તક કરેલો નથી અને પાલિકા ને મળવાપાત્ર ભાડા લાગત ના કરોડો રૂપિયા નું નુકશાન કરેલું છે. કોર્પોરેશન ની નોટીસ મળતા જ યુસુફ પઠાણ ૨૦૨૪ માં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશીયલ સિવિલ એપ્લીકેશન નં.૯૦૨૭/૨૦૨૪ થી કોર્પોરેશન ની નોટીસ રદ કરવા ની દાદ માંગતો દાવો કરેલો જે તા.૨૧/૦૮/૨૦૨૫ ના હુકમ થી તેની માંગણીઓ નકારી ને દાવો રદ કરેલો. આ બાદ ઉપલી કોર્ટ માં એલ.પી.એ. કરવાનો નિયત સમય પણ નીકળી જાય છે જેથી ડીલે પીટીશન સાથે કેસ નં. ૭૨૭૪/૨૦૨૬ થી એલ.પી.એ. દાવો દાખલ કરેલો છે.
હાલ જાણવા મળ્યા મુજબ વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનના ચુટાયેલા પદાધિકારી દ્વારા લેવાતા નિર્ણયો માં કાયદાકીય યોગ્યતાઓ જાણી, સમજી, અને જવાબદારી પૂર્વક નિર્ણય ને અમલ માં મુકવા માટે નિર્ણાયક એવા મ્યુનીસીપલ કમીશ્નરશ્રી અને ટાઉન પ્લાનિંગ વિભાગ એ સદર યુસુફ પઠાણ દ્વારા છેલ્લા ૧૪ વર્ષ થી દબાણ કરેલો પ્લોટ, યુસુફ ને ખાલી કરવો પડે નહિ, યુસુફ પઠાણ ને નુકશાન થાય નહિ ઉપરાંત વડોદરા કોર્પોરેશન ને ૧૪ વર્ષ સુધીની ભાડા લાગતો નું નુકશાન કરાવવા પોતાની સત્તા નો દુરુપયોગ કરી ને એકએક હરાજી ઉભી કરી ને તેમાં સદર પ્લોટ નં.૯૦ પણ મુકવા ની તૈયારીઓ કરી દીધેલ છે.
કમીશ્નરશ્રી એ આ હરાજી નું કામ વડોદરા કોર્પોરેશન ની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજુરી અર્થે પણ મુકેલ હોવાની વાત જાણવા મળેલ છે, ત્યારે અમો આ સાથે આપ તમામ ને જાણ કરીએ છીએ કે સદર તાંદલજા ટીપી ૨૨ નો પ્લોટ નં.૯૦ ની હાલ હરાજી કરવી અયોગ્ય, નિયમો વિરુદ્ધ અને ન્યાય ના સિદ્ધાંતો થી વિપરીત ગણાય જેથી તાંદલજા ટીપી ૨૨ નો પ્લોટ નં.૯૦ ની હરાજી રદ કરાવી અને રોકી લેવી. યુસુફ પઠાણ ને નવી હરાજી કરી તાંદલજા ટીપી ૨૨ નો પ્લોટ નં.૯૦ આપવા માટે સંમતિ આપનાર તમામ પોતાની સત્તા નો દુરુપયોગ કરી, નગરજનો ની સંસ્થા વડોદરા કોર્પોરેશન ને નુકશાન કરાવી ત્રાહિત એવા યુસુફ પઠાણ ને ફાયદો પહોચાડવા નો ગુન્હો કરેલા ગણાય જેથી અમારી વિનંતી છે કે સદર પ્લોટ ની હાલ હરાજી યોજવી નહિ. જેના માટે અમો નીચે મુજબ કારણો જણાવીએ છીએ -
i. સદર તાંદલજા ટીપી ૨૨ ના પ્લોટ નં.૯૦ ઉપર યુસુફ પઠાણ નું ગેરકાયદેસર દબાણ છે અને ૧૪ વર્ષ થી ગેરકાયદેસર નું દબાણ કરેલું હોવા છતાય વડોદરા કોર્પોરેશન સામે પોતાનું ગેરકાયદેસરનું દબાણ યથાવત રાખવા ગુજરાત હાઈકોર્ટ માં સ્પેશીયલ સિવિલ એપ્લીકેશન નં. ૯૦૨૭/૨૦૨૪ થી કેસ કરેલ જેમાં તા.૨૧/૦૯/૨૦૨૫ ના યુસુફ પઠાણ ની માંગણીઓ વિરુદ્ધ હુકમ થયો ઉપરાંત નામદાર કોર્ટે સાંસદ બની ગયેલા યુસુફ પઠાણ ને તેમ પણ જણાવેલું કે તમારી તો સમાજ પ્રત્યે વધુ જવાબદારી બને છે, આ યોગ્ય નથી. ત્યારે હરાજી કરશે તો આ હુકમ નું પણ અપમાન થશે આ કેસ માં હારતા યુસુફ પઠાણે, નામદાર ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત સમક્ષ કેસ નં. ૭૨૭૪/૨૦૨૬ થી એલ.પી.એ. દાખલ કરેલ અને સાથે મોડું થઇ ગયેલું હોવાથી ડીલે એપ્લીકેશન પણ કરેલ છે. નિષ્પક્ષપાત હુકમ કરવા માટે જાણીતા નામદાર ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત પાસે સદર એલ.પી.એ. અને ડીલે નો કેસ ની ચાર દિવસ પહેલા એટલે કે તા.૧૫/૦૬/૨૦૨૬ ના રોજ પ્રથમ નંબરે સુનાવણી હતી ત્યારે યુસુફ પઠાણ ના વકીલશ્રી એ ઉગ્ર રજૂઆત કરતા બીજા ત્રણ થી ચાર અઠવાડિયાનો સમય માંગેલો ત્યારે નામદાર ચીફ જસ્ટીસે કોર્ટ કાર્યવાહી ના જીવંત પ્રસારણ માં દેખાય તેમ જણાવેલું કે વધારે સમય તમે લેશો તો વધારે નુકશાન તમારે ભરવું પડશે તેવું ધ્યાન માં રાખજો, તમે અગાઉ એક કોર્ટ માં કેસ હારી ગયેલા છે, તમે ૨૦૧૨ કે ૨૦૧૪ થી સતત આજ ૨૦૨૬ સુધી એક પણ રૂપિયો ચૂકવ્યા વગર પ્લોટ પર કબજો કરી રાખેલો છે. નામદાર ચીફ જસ્ટીસ ઓફ ગુજરાતે જણાવ્યું કે તમને આજે પણ આ પ્લોટ સરકારની પોલીસી મુજબ આપવામાં આવે તો પણ આજ સુધીનું નુકશાન ભરપાઈ તો કરવુજ પડશે, જેથી વધારે સમય તમે લેશો તો વધારે નુકશાન ભરવું પડશે. નામદાર કોર્ટે યુસુફ ના વકીલશ્રી ની સમય માંગ મંજુર કરી આગામી તા.૨૦/૦૭/૨૦૨૬ ના સુનાવણી રાખેલ હોય ત્યારે એકાએક જાણે યુસુફ પઠાણ માટે પ્રેમ ઉભરાઈ આવ્યો હોય તેમ વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન ના મ્યુનીસીપલ કમિશ્નરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને મેયરશ્રી સદર વિવાદાસ્પદ ૧૪ વર્ષ થી ગેરકાયદેસર કબજો કરેલા તાંદલજા ટીપી ૨૨ ના પ્લોટ ૯૦ ની હરાજી કરી ને યુસુફ ને આપી દેવા તત્પર થઇ કાર્યવાહી કરવા લાગી ગયા જે નામદાર ચીફ જસ્ટીસ ઓફ ગુજરાતના યુસુફ પઠાણ ના ગેરકાયદેસર પ્લોટ ઉપર કબજા સામે જીવંત પ્રસારણ માં દર્શાયેલા કડક અવલોકન ઉપર પાણી ફેરવી દઈ ને અપમાન કરતા હોય તેમ લાગે છે. જયારે નામદાર ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત પાસે કેસ ચાલતો હોય, નામદાર કોર્ટ સુનાવણી સમયે યુસુફ પઠાણ સાથે કડક વલણ અખત્યાર કરતા હોય ઉપરાંત પહેલા કરેલી સ્પેશીયલ સિવિલ એપ્લીકેશન ના ફાયનલ હુકમ માં યુસુફ પઠાણ સામે લેખિત માં કડક હુકમ કરેલો હોય ત્યારે નામદાર ચીફ જસ્ટીસ સાહેબ અંતિમ નિર્ણય કરે નહિ ત્યાં સુધી જેમ કિસ્સો સબ જ્યુંડીસ હોવાનું જણાવી દબાણ તોડેલું નથી તેમ હવે કિસ્સો સબ જ્યુંડીસ ગણી ને હરાજી કરાવી જોઈએ નહિ અને નામદાર ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત નું સન્માન પણ જાળવવું જોઈએ. નવી દબાણ સાથેના પ્લોટ ની હરાજી યોજી, સીંગલ બીડર યુસુફ ને જ પ્લોટ મળે તેવી ગોઠવણ પણ કરી દેવાથી નામદાર ચીફ જસ્ટીસ સાહેબ ને અપમાનજનક સ્થિતિ માં મૂકી શકાય નહિ જેથી અમારી વિનંતી છે કે જ્યાં સુધી સદર કેસ માં નામદાર ચીફ જસ્ટીસ સાહેબ કોઈ નિર્ણય કરે નહિ ત્યાં સુધી હરાજી કરવી નહિ.
ii. વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન ના સ્થાયી સમિતિ દ્વારા તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૩૧/૦૩/૨૦૨૭ સુધી નિયત કરેલી લાગતો ના લીસ્ટ માં લાગત કોડ નં.૧૫૦૧૬ માં જણાવેલું છે કે ટીપી ના ખુલ્લા પ્લોટ કામચલાઉ પરવાનગી થી ભાડે આપવાનો દર રૂ.૧૫/- પ્રતિ ચોરસ મીટર, પ્રતિ દિવસ નો રાખેલ છે જેનો બજેટ કોડ નં. A ૦૨૦૧૨૦૧ આપેલો છે. ત્યારે યુસુફ પઠાણે ૧૪ વર્ષ ટીપીનો ૯૭૮ ચોરસ મીટર નો પ્લોટ વાપર્યો, વર્ષ ના ૩૬૫ દિવસ એટલે કુલ ૫૧૧૦ દિવસ વાપર્યો જેથી માત્ર ને માત્ર ભાડા પેટે રૂ.૭,૫૦,૦૦,૦૦૦/- (સાત કરોડ અને પચ્ચાસ લાખ) અને તે ઉપરાંત જેમ બાકી રહેલા ઘરવેરા માં લેવાય છે તેમ દંડનીય વ્યાજ, ઉપરાંત પેનલ્ટી પણ લેવાની થાય. આ રકમ વસુલવા સૌથી પહેલા નોટીસ આપવી, વસુલાત કરવી, અને બાદ હરાજી કરી શક્યા. પાલિકા ની મળવાપાત્ર વસુલાતને ભુલાવી, ટલ્લે ચડાવી, રાજકીય ખેરાત કરી, હાલના બજાર ભાવે પ્લોટ હરાજી માં મૂકી આપવામાં અને મંજુર કરવામાં સંમતિ આપનાર વડોદરા કોર્પોરેશન ને મોટું આર્થિક નુકશાન પહોચાડવા પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનો ગુન્હો કરતા ગણાશે જેથી સંદર્ભ માં જણાવેલ પ્લોટ ની હરાજી રદ કરવા વિનંતી છે.
iii. ધ ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવેલોપમેન્ટ એક્ટ, ડીસ્પોઝલ ઓફ લેન્ડ એન્ડ અધર પ્રોપર્ટી તેમજ કુદરતી ન્યાય ના સિદ્ધાંતો મુજબ જયારે પ્લોટ ઉપર દબાણ હોય ત્યારે તેનું દબાણ દુર કર્યા વગર હરાજી કરી શકાય નહિ. દબાણ યથાવત હોય તો તે પ્લોટ ની હરાજી માં કોઈ આવે જ નહિ, અને આવે તો ન્યુનતમ કિંમત માં ખરીદે. જેથી માત્ર જેણે દબાણ કર્યું તે એકજ વ્યક્તિ હરાજી માં આવે અને મૂળ તળિયા ના ભાવે ખરીદે, ટેન્ડર માં પણ જેમ સીંગલ બીડર હોય ત્યારે ફેર ટેન્ડર કરવામાં આવે છે તેમ એકમાત્ર હરાજી માં ઉભા રહેનાર ને સદર પ્લોટ અપાય નહિ. આમ પોતાની સત્તાનો દુરુપયોગ કરી ત્રાહિત એવા યુસુફ પઠાણ ને ફાયદો કરાવવા માટે વડોદરા કોર્પોરેશન ને નુકશાન કરાવવું તે એન્ટી કરપ્શન એક્ટ ૧૯૮૮ મુજબ જેલ ને પાત્ર ગુન્હો બને છે. આથી જ્યાં સુધી તાંદલજા ટીપી ૨૨ નો પ્લોટ નં.૯૦ ઉપર નું દબાણ દુર કરી દેવામાં આવે નહિ ત્યાં સુધી સદર પ્લોટ ની હરાજી કરવી નગરજનો ને કે વડોદરા કોર્પોરેશન ને નુકશાન કારક નીવડે છે તેથી દબાણ દુર કરાય નહિ ત્યાં સુધી હરાજી કરાવી નહિ તેવી વિનંતી છે.
વડોદરા માં એક તરફ વ્હાઈટ હાઉસ નામનો આલીશાન બંગલો, લેન્ડ ગ્રેબિંગ ના કાયદા હેઠળ તોડી પાડી ને તેના કહેવાતા માલિકો ને જેલ હવાલે કરેલા ત્યારે યુસુફ પઠાણ સામે આવી કોઈ જ કાર્યવાહી કરેલ નથી અને નગરજનો ના વેરા ના રૂપિયા વડોદરા કોર્પોરેશન નો વહીવટ કરતા અને નગરજનો ના વેરા ના રૂપિયા માંથી પગાર ખાતા તમામ પદાધિકારીઓ અને અધકારીઓ ને વિનંતી છે કે તમારી માતૃસંસ્થા વડોદરા કોર્પોરેશનની આવક ને નુકશાન કરતુ, તેમજ નામદાર ચીફ જસ્ટીસ ના યુસુફ પઠાણ સામે કડક અવલોકન ને અપમાનિત થાય તેવી તાંદલજા ટીપી ૨૨ ના પ્લોટ નં.૯૦ ની હરાજી જ્યાં સુધી મુદ્દો સબ જ્યુંડીસ છે, જ્યાં સુધી ૧૪ વર્ષ પ્લોટ વાપરવા લાગત વસુલાય નહિ, જ્યાં સુધી દબાણ મુક્ત પ્લોટ કરાય નહિ ત્યાં સુધી હરાજી યોજવી નહિ તેવી અમારી ગંભીર માંગ છે.


