વડોદરા જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

અરજદારોએ પોતાના પ્રશ્નો ૧૦ મે ૨૦૨૬ સુધીમાં મોકલી આપવા

MailVadodara.com - Vadodara-district-level-welcome-grievance-redressal-program-to-be-held

વડોદારા જિલ્લાના અરજદારોની રજૂઆતોના સરળ નિરાકરણ અર્થે મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળનો "સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ" તા.૨૮/૦૫/૨૦૨૬ ને ચોથા ગુરુવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે યોજવામાં આવશે.

જેથી સંબંધિત નાગરિકોએ તેઓના (સેવાકીય, કોર્ટમેટર, રહેમરાહે નોકરી, પેન્શન સિવાયના) પ્રશ્નો લેખિતમાં તા. ૧૦/૦૫/૨૦૨૬ સુધીમાં રૂબરૂમાં રજૂ કરવાના રહેશે. અરજી ઉપર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ના મથાળા હેઠળ એવુ સ્પષ્ટ દર્શાવવું. તા. ૧૦/૦૫/૨૦૨૬ સુધીમાં મળેલી અરજીઓનો જ ચાલુ માસના સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે.

Share :

Leave a Comments