હોળી-ધૂળેટીના તહેવારને લઈ વડોદરા એસટી નિગમ દ્વારા વડોદરાથી વધારાની 325 એક્સ્ટ્રા બસો દોડાવાશે

મુસાફરોને કોઈ અગવડતા ન પડે અને સુરક્ષિત પોતાના ઘરે પહોંચી શકે તે માટે આયોજન કરાયું

MailVadodara.com - Vadodara-ST-Corporation-will-run-325-extra-buses-from-Vadodara-for-the-Holi-Dhuleti-festival

- તા.27/02/2026 થી તા. 03/03/2026 દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે

આગામી હોળી-ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના વડોદરા વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવાર દરમિયાન વતન જતા મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે વડોદરા મધ્યસ્થ બસ સ્ટેશનથી તા.27/02/2026 થી તા. 03/03/2026 દરમિયાન કુલ 325 વધારાની એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.

હોળી ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખી વડોદરા એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે વડોદરા મધ્ય ઝોનમાં હોવાથી આખા ગુજરાતમાં અહીંયાથી લોકો મુસાફરી કરી જતા હોય છે. ત્યારે ખાસ કરીને દાહોદ, ઝાલોદ, ડાકોર, છોટાઉદેપુર, બારીયા અને ગોધરા તરફ જતા મુસાફરોની સંખ્યાને ધ્યાને રાખીને આ વધારાની ટ્રિપ્સનું આયોજન કરાયું છે.

વિભાગીય નિયામક એસ.ટી. વડોદરાના જણાવ્યા અનુસાર, મુસાફરોને કોઈ અગવડતા ન પડે અને તેઓ સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચી શકે તે માટે આ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

કયા દિવસે કેટલી બસો દોડશે

27 ફેબ્રુઆરી- 60 બસો

28 ફેબ્રુઆરી- 80 બસો

1 માર્ચ- 125 બસો (સૌથી વધુ ધસારો)

2 માર્ચ- 80 બસો

3 માર્ચ- 25 બસો

કુલ બસો- 325

Share :

Leave a Comments