યુનાઇટેડ-VNF ગરબા આયોજકો GST ચોરીની `ડોનેશન' છટકબારીમાં સપડાયાઃ નાણામંત્રીને પણ ફરિયાદ કરી

યુનાઈટેડ અને VNF દ્વારા ડોનેશનના નામે ટિકિટો વેચી GST ટાળ્યો હોવાનો પ્રિ. ચીફ કમિશ્નર (CGST)ને આક્ષેપ કરાયો

MailVadodara.com - United-VNF-Garba-organizers-fall-prey-to-GST-evasion-donation-loophole-Complaint-also-made-to-Finance-Minister

- એડવોકેટ શૈલેષ અમીન દ્વારા ૨૦ થી ૩૦ કરોડના ટ્રાન્ઝેક્શન પર GST ન ભરવો તે રાષ્ટ્ર વિરોધી ગણાવવામાં આવ્યું

- ડોનેશનની કાયદાકીય વ્યાખ્યાનો ભંગ કરીને પાસ વેચ્યા, જે વેચાણ હોવા છતાં ડોનેશનની છટકબારીનો ઉપયોગ થયો, ૪૫,૦૦૦ સીઝન ટિકિટોનું ઓનલાઈન વેચાણ અને ૧૦,૦૦૦ રોકડ પાસના વેચાણ પર GSTની ચોરી થઈ હોવાનો આક્ષેપ છે

અમો વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરાના એડવોકેટ શૈલેષ અમીન આ સાથે જણાવીએ છીએ કે, હિંદુ ધાર્મિક નવરાત્રી તહેવાર ને કેટલાક લોકો એ સામાજિક સંસ્થા કે કંપની ના નામે વેપારીકરણ કરી ને ધંધાદારી ગરબા આયોજન કરે છે. ગરબા દરમ્યાન માતાજી ની આરતી માટે પણ ધંધાદારી અભિગમ રાખી ને રૂપિયા વસુલી ધનાઢ્યો પાસે આરતી કરાવાય છે. આવા ધંધાદારી ગરબા આયોજકો ને કારણે સાંસ્કૃતિક શેરી ગરબા નહીવત થતા ગયા છે. વડોદરામાં કેટલાક આયોજકો મહિલાઓ ને મફત માં પ્રવેશ આપે તે હજુ યોગ્ય છે.

ગરબાનું આયોજન જયારે ૧૦૦% ધંધાદારી વલણ અપનાવીને કરાય ત્યારે આયોજકો એ ધંધાદારી ગરબા આયોજન માટે કરેલા દરેક વહેવાર મુજબ સરકારે નિયત કરેલો GST નો ટેક્ષ ભરવાનો રહે છે. ધંધાદારી ગરબા આયોજકોએ ગરબા રમવા આવનાર ના ટીકીટ/પાસનું વેચાણ, ગરબા જોવા આવનાર ની ટીકીટ/પાસ નું વેચાણ, ગરબા ગ્રાઉન્ડ ઉપર વેચેલા ખાણીપીણીના સ્ટોલ, સ્પોન્સર અને જાહેરાત ની લીધેલી રકમ, ગાવા આવેલ ગરબા મંડળીને ચુકવવાની રકમ, ભાડે લીધેલી સાઉન્ડ સીસ્ટમ, વાહનોના પાર્કિંગ માટે આપેલા ઇજારાની રકમ, ડેકોરેશન અને લાઈટોના ચુકવણા, સિક્યોરીટીના માણસોનો કોન્ટ્રાકટ, ગરબા ગ્રાઉન્ડની જમીનનું ભાડું, ફરાસખાનું, ભાડે લીધેલા વીજળી જનરેટર, વેચેલા પાસ મોકલવા કુરિયર કે આંગળિયાને ચુકવણું, ડીજીટલ પાસ બનાવનારને ચુકવણ, વિગેરે ઉપર ભારત સરકાર દ્વારા નિયત કરેલ દરે GST ચુકવવા ફરજીયાત છે. આ ઉપરાંત દરેક ટીકીટ ઉપર ટીકીટ નો દર અને GST ની રકમ અલગ દર્શાવવાની હોય છે.


અમોને મળેલી જાણકારી મુજબ વડોદરામાં ધંધાદારી ગરબા નું આયોજન કરતી બે સંસ્થાઓ (૧) યુનાઈટેડ બરોડા ફાઉન્ડેશન કે જે યુનાઈટે ગરબા મહોત્સવ ૨૦૨૫ નામના ધંધાદારી ગરબા નું અટલાદરા ખાતે ના ગ્રાઉન્ડ માં યોજેલ અને (૨) ક્રેડાઇ આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટીવલ ૨૦૨૫ કે જે નવલખી ગ્રાઉન્ડ ખાતે ધંધાદારી ગરબા યોજેલ આ બન્નેવ ધંધાદારી ગરબા આયોજકો એ તેમના ગ્રાઉન્ડની ક્ષમતા કરતા અનેક ગણી વધારે સંખ્યાની ટીકીટો/ પાસ વેચેલા હતા. આ બાબતે અમોએ નવરાત્રી શરુ થતા પહેલા વડોદરાના પોલીસ કમીશ્નરને ગરબા રમવા માટે ના ગ્રાઉન્ડના માપ મેળવી પ્રતિ ચોરસ મીટર એક ખેલૈયાની ગણતરી કરી માપ મુજબ નિયત સંખ્યાના પાસો વેચવાનીની શરત પોલીસ પરવાનગી આપતા પહેલા મેળવવી જોઈએ તેવી રજૂઆત કરેલી હતી. 

પ્રથમ જણાવીએ તો યુનાઈટેડ ગરબા મહોત્સવ ૨૦૨૫ કે જે યુનાઇટેડ બરોડા ફાઉન્ડેશન નામની ૨૦૨૩ માં રજીસ્ટર ઓફ કંપનીસ, અમદાવાદ માં નોધાયેલ સંસ્થા છે આ કંપની દ્વારા અટલાદરા ખાતે યોજાયા હતા જે સંપૂર્ણ ધંધાદારી ગરબા રહ્યા. ગરબા રમવાની ટીકીટો / પાસ , ગરબા જોવાની ટીકીટો / પાસ, વાહન પાર્કિંગ ના પાસ ને સામે ફરજીયાત ડોનેશન મેળવી વેચાણ તો કર્યા ઉપરાંત માતાજી ની આરતી કરવાના પણ ડોનેશન ના નામે રૂપિયા વસુલ્યા હોવાની વાત છે. મહિલા હોય કે પુરુષ ગમે તેટલી માતાજી ના ગરબા માં આસ્થા હોય પણ ગરબા રમવા ભાગ લેવો હોય તો તમામે ફરજીયાત ડોનેશન આપી પાસ/ટીકીટ મેળવવી પડે . ભારત સરકાર નો ૧૮% GST નહિ ભરવા માટે છટકબારી રૂપે ફરજીયાત ડોનેશન મેળવી તેની સામે ટીકીટો આપેલ છે. ભારત ના કાયદા માં ડોનેશન ની વ્યાખ્યા "A donor is a person who gives money or assets to another without expecting anything in return." આ ધંધાદારી ગરબા આયોજકો એ તો જેને ગરબા રમવા હોય, ગરબા જોવા હોય તેને ફરજીયાત ડોનેશન આપવું પડે. એક મહિના પહેલા ઓનલાઈન ગરબા ના ખેલૈયાઓ પાસે થી રૂપિયા ઉઘરાવી અંદાજે ૫૦,૦૦૦ જેટલા સીઝન પાસ વેચેલા હતા. આ ધંધાદારી ગરબા આયોજકો એ તો એક મોટું કવર બનાવી જેમાં ચોક્કસ સંખ્યામાં વી.વી.આઈ.પી. ટીકીટ/પાસ, પાર્કિંગ પાસ, ગરબા રમવાના પાસ, ગરબા જોવાના પાસ વિગેરેનો સેટને ડોનેશનના નામે અંદાજે રૂ.૩૦,૦૦૦/ જેટલી રકમમાં વેચ્યા. આવા અઢળક કવરો ડોનેશન સામે વેચ્યા, જે ભારત સરકાર નો GST નહિ ભરવાની છટકબારી છે. 


બીજા માં જણાવીએ તો વડોદરા નવરાત્રી ફેસ્ટીવલ ૨૦૨૫ કે જેનું નવલખી મેદાન, રાજમહેલ રોડ ઉપર ગરબાનું આયોજન કરાયું હતું. આ ગરબા ના આયોજકો વડોદરા ના માલેતુજાર બિલ્ડરો-ડેવલપરોનું બનેલું સંગઠન CREDAI રહ્યું. આ આયોજકો એ પણ અંદાજે ૪૫૦૦૦ જેટલા સીઝન ટીકીટ કે જે નવ દિવસ માટે હોય તેવા ઓનલાઈન ખેલૈયાઓ નાં પાસ વેચ્યા છે. આ ઉપરાંત રોજબરોજ ગરબા ગ્રાઉન્ડ ઉપર વિન્ડો બનાવી રોકડેથી રોજના એવરેજ ૧૦,૦૦૦ જેટલા પાસનું વેચાણ કરતા રહ્યા. ડોનેશન સામે વેચેલા પાસ ઉપર GST દર્શાવતી કોઈ વિગતો છાપવામાં આવેલ નહોતી.

હિંદુ ધાર્મિક નવરાત્રી તહેવાર ની સંસ્કૃતિક ઢબે ઉજવણી થાય જેમાં નહિ નફો, નહિ નુકશાન મુજબ ખર્ચ માટેનું ભંડોળ ઉભું કરવા માટે જાહેરાતો, સ્પોન્સર, સ્ટોલ વેચાણ કરે તે માની શકાય. વર્ષો થી પરંપરા રહી કે મહિલાઓ ને ગરબા રમવા માટે કોઈ ડોનેશન નામે રૂપિયા ચુકવવા નહોતા પડતા. પરંતુ હવે હિંદુ ધાર્મિક તહેવાર નો દુરુપયોગ કરી ૧૦૦% ધંધાદારી વલણ સાથે ગરબાનું આયોજન કરાય, જેમાં ૯ દિવસ માં અંદાજે ૨૦ થી ૩૦ કરોડ રૂપિયા ના ટ્રાન્ઝેક્શન કરાય, માતબર નફો રળી લેવાય, ત્યારે સરકાર ને ભરવાના GST ની ચોરી ચલાવી લેવી જોઈએ નહિ.

ભારત સરકાર દ્વારા નિયત કરેલ GST ટેક્ષ થી મેળવેલ રકમ માંથી સમગ્ર ભારત ના રોડ, રસ્તા, રેલ્વે, બ્રીજ સહીત નું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવેલોપમેન્ટ ઉભું કરવામાં વપરાય છે ત્યારે GST ની રકમ નહિ ભરી ને ડોનેશન નામની છટકબારી નો ઉપયોગ કરવો તે રાષ્ટ્ર વિરોધી કાર્ય ગણાય. આથી રાષ્ટ્રના હિતમાં વડોદરા શહેર માં યોજાયેલા ઉપરોક્ત બન્નેવ સંપૂર્ણ ધંધાદારી ગરબા આયોજકો ઉપર GST ભરવાની ટાળવા માટેની તપાસ કરી, કાયદેસરની કાર્યવાહી કરવા પ્રીસીપાલ ચીફ કમિશ્નર ફોર સી.જી.એસ.ટી., વડોદરાને ફરિયાદ કરતી અરજી કરેલ છે જેની એક નકલ ભારતના નાણામંત્રીને પણ મોકલવામાં આવી છે.

Share :

Leave a Comments