કપુરાઈ ચોકડી પાસેથી 2.17 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે આરોપી ઝડપાયા

વડોદરા શહેર પીસીબી પોલીસે બાતમીના આધારે કાર ઝડપી પાડી

MailVadodara.com - Two-accused-were-nabbed-near-Kapurai-Crossroads-with-a-car-loaded-with-foreign-liquor-worth-2-17-lakh

- 2.17 લાખનો વિદેશી દારૂ, 3 લાખની કાર, બે મોબાઈલ ફોન, રોકડ મળી 5.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, બે આરોપી વોન્ટેડ જાહેર

વડોદરા નજીક નેશનલ હાઈવે-48 પર આવેલા કપુરાઈ ચોકડી બ્રિજ પાસે શહેર પીસીબી પોલીસે બાતમીના આધારે રેડ પાડીને વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી 782 બોટલ વિદેશી દારૂ, એક ફોર વ્હીલર, બે મોબાઈલ ફોન, રોકડ મળી કુલ 5,30,050નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Vadodara Liquor Seizure: PCB Raids Kapurai Highway, Arrests Two

વડોદરા શહેર પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) પોલીસને માહિતી મળી હતી કે, મધ્યપ્રદેશથી બે આરોપીઓ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ડભોઇ તરફથી આવી શહેરમાં ઘુસવાના છે. જેથી, પોલીસે કપુરાઇ ચોકડી નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ કાર આવતા પોલીસે કાર ઊભી રખાવી હતી. કારમાંથી પોલીસને વિદેશી દારૂની ૭૮૨ બોટલ કિંમત રૂપિયા ૨.૧૭ લાખની મળી આવી હતી. જેથી, કારમાં બેઠેલા ચિરાગ જીતેન્દ્રભાઇ પટેલ (રહે. ગાંધી પાર્ક, વિરાટનગર ચાર રસ્તા, બાપુનગર, અમદાવાદ) તથા મોહિત જીતેન્દ્રભાઇ ખેતલા (રહે. શ્રદ્ધા પાર્ક સોસાયટી, ગુરૂકુળ સ્કૂલની બાજુમાં, હરણી વારસિયા રોડ) સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે દારૂ સપ્લાય કરનાર અલીરાજપુરના સપ્લાયર તથા દારૂ મંગાવનાર નિઝામપુરાના નરેશને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે દારૂ, કાર અને મોબાઇલ ફોન સહિત કુલ ૫.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Share :

Leave a Comments