- હરણી-વારસીયા રિંગ રોડ પર મુખ્ય દરવાજાની જાળી તોડી ઘૂસ્યા, સોનાના દાગીના અને રૂપિયા 50 હજાર રોકડ ગાયબ
શહેરના હરણી-વારસીયા રિંગ રોડ પર આવેલી પંચશીલ સોસાયટીમાં રહેતો પરિવાર ગરબા જોવા ગયો ત્યારે તેમના બંધ મકાનમાંથી ચોર ટોળકી 1.81 લાખની માતા ચોરી ગઈ હતી.
મળતી વિગતો અનુસાર, ગત 18 ઓક્ટોબરના રોજ રાત્રે આશરે 10 વાગ્યે અંકિતભાઈ મહેશભાઈ સુથાર તેમની પત્ની આશ્રુતી અને પુત્ર સાથે સેવાસી ખાતે ગરબા જોવા ગયા હતા. બીજા દિવસે (19 ઓક્ટોબર) સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે પરત ફરતા, ઘરના મુખ્ય દરવાજાની જાળી અને ઇન્ટરલોક તોડેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘરમાં તપાસ કરતા સામાન વેરવિખેર પડ્યો હતો અને બીજા માળે આવેલા બેડરૂમનું કબાટ તથા ડ્રોવરના લોક તૂટેલા હતા. તપાસ દરમિયાન કબાટમાં રાખેલી 16 ગ્રામની સોનાની ચેઇન, 33 ગ્રામનો સોનાનો સેટ, ડાયમંડ વાળી વીંટી, મંગળસૂત્ર અને બુટ્ટી મળી આશરે 1,31,000ની કિંમતના દાગીના તથા 50,000ની રોકડ રકમ ગાયબ હોવાનું જણાયું હતું.


